નીલમના પતિના અચાનક થયેલા મૃત્યુથી તે બંને નાના બાળકો સાથે એકલી પડી ગઈ. ઘરના દીકરાના મૃત્યુ પછી સાસરીના લોકો થોડા દિવસ સારી રીતે રહ્યા, પરંતુ ત્યાર પછી સાસુ અને નીલમ વચ્ચે રોજ કોઈ ને કોઈ વાતને લઈને બોલચાલી થવા લાગી. તે સમયે તેની નણંદ પણ મા સાથે મળીને નીલમને ખરુંખોટું સંભળાવી દેતી હતી. આ રોજબરોજના કંકાસથી કંટાળીને નીલમે પતિની કંપનીમાં નોકરી માટે પ્રયત્ન કર્યો અને તેને નોકરી મળી પણ ગઈ, પરંતુ તેના સાસુના મહેણાટોણા બંધ ન થયા. તેમનું કહેવું હતું કે ભલે ને તું નોકરી કરતી હોય, ઘરના કામકાજ નથી કરતી. મારા માટે તારા બાળકોની દેખરેખ રાખવી અને રસોઈ બનાવવી શક્ય નથી.
ત્યારે નીલમે રસોઈ બનાવવા અને ઘરના બધા કામ માટે એક કામવાળી રાખી લીધી, પરંતુ આમ કરવા છતાં તેના સાસુને સંતોષ ન થયો, કારણ કે તેમના કહેવા મુજબ કામવાળી સારું ખાવાનું બનાવતી નહોતી. સમસ્યા એ દિવસે શરૂ થઈ જ્યારે સાસુ અને નણંદે નીલમને તેના પિયર જવાનું કહી દીધું. નીલમનું કહેવું હતું કે તેની માના ઘરથી તેની ઓફિસ ખૂબ દૂર છે. તે જોતા ત્યાં જઈને રહેવું શક્ય નથી અને આ ઘર તેનું જ છે ને.
નીલમનો જવાબ સાંભળીને તેના સાસુએ તરત કહ્યું કે “ના, આ ઘરની માલિકીમાં તારું નામ નથી અને ઘર ખરીદવા તો તારા સસરાએ પૈસા આપ્યા હતા. આ ઘર મારા દીકરા અને તેના પિતાએ ખરીદ્યું હતું. તેથી તારું નામ નથી.’’ આ સમયે નીલમે પણ તરત કહ્યું, ‘‘હું તમારા દીકરાની પત્ની છું અને આ ઘર પર મારો કાયદેસર હક છે.'
સાસુ બોલ્યા, “ઠીક છે, કાયદાથી લડી લે, કારણ કે પહેલા તેં સસરાના મૃત્યુ પછી મને અને મારી દીકરીને તારી પાસે નથી રાખ્યા. હું
વિવશતાવશ અલગ રહી. હવે તું પણ તે જ જગ્યાએ છે, જ્યાં હું થોડા વર્ષ પહેલાંથી છું.’’ સાંભળીને નીલમને લાગ્યું કે તે હવે આ ઘરમાં નહીં રહી શકે અને શાંતિ માટે આ ઘર છોડવું જ પડશે.
This story is from the January 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સ્વાસ્થ્ય રક્ષા
બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...
હેરિટેજ ફેશન શો
વિમેન્સનો બમણો ઉત્સાહ
એસી ચલાવવાની ૬ સાચી રીત
આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...
મેનોપોઝ કોઈ બીમારી નથી
મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...
મિશાલ બનતી અનમેરિડ મા
લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...