Cocktail Zindagi - September 2018
Cocktail Zindagi - September 2018
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ Cocktail Zindagi بالإضافة إلى 9,000+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99
$8/ شهر
اشترك فقط في Cocktail Zindagi
في هذه القضية
આ ઇશ્યુ વિશે થોડી વાત...
આ ઇશ્યુ માટે સિનિયર ફિલ્મ જર્નલિસ્ટ મોહન ઐયર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સફળ હીરો જોન અબ્રાહમની ખાસ મુલાકાત લઈ આવ્યા છે. જોન અબ્રાહમે ‘કૉકટેલ ઝિંદગી’ સાથે એ વાત શૅર કરી છે કે તેઓ ટિપિકલ મસાલા ફિલ્મો બનાવવાને બદલે શા માટે જોખમી વિષયવાળી ફિલ્મો બનાવવાનું પસંદ કરે છે. થોડા દિવસો અગાઉ રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘સત્યમેવ જયતે’ વિશે પણ તેમણે વાતો કરી છે.
આ વખતે સિનિયર પત્રકાર ભાર્ગવ પરીખે સમાજ જેમને અણગમતી નજરે જુએ છે એવા ટ્રાન્સજેન્ડર્સ વિશે સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમણે અનેક ટ્રાન્સજેન્ડર્સ તથા ટ્રાન્સજેન્ડર્સ માટે કામ કરતા સામાજિક કાર્યકરોની મુલાકાતો લીધી છે. તો દિવ્યકાંત પંડ્યાએ એન્ટરટેઇનમેન્ટનું નવું સરનામું બની રહેલા ડિજિટલ વર્લ્ડ વિશે સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ માટે તેમણે ડિજિટલ વર્લ્ડમાં એન્ટરટેઇનમેન્ટ પીરસીને ડિજિટલ વર્લ્ડના સ્ટાર બની ગયેલા કેટલાક કલાકારોની મુલાકાતો લીધી છે.
રાજીવ પંડિતે આ ઇશ્યુ માટે પાકિસ્તાનના નવા વડા પ્રધાન બનેલા ઇમરાન ખાનનું ઘર કેવું છે એ વિશે રસપ્રદ લેખ આપ્યો છે તો દીપક પટેલે બે સદી અગાઉ જોખમી પ્રવાસ કરનારા કેટલાક વીરલ પ્રવાસીઓની રોમાંચક અને રુંવાડાં ઊભી કરી દેતી માહિતી સાથેનો લેખ લખ્યો છે.
આ ઉપરાંત કાન્તિ ભટ્ટ, અશોક દવે, કાજલ ઓઝા વૈદ્ય, સંજય છેલ, વિક્રમ વકીલ, જય વસાવડા, દીપક સોલિયા સહિતના લોકપ્રિય લેખકોની નિયમિત કૉલમો તો આ અંકમાં પણ વાંચવા મળશે જ.
આશા છે કે ‘કૉકટેલ ઝિંદગી’ના દરેક ઇશ્યુની જેમ આ ઇશ્યુ પણ વાચકોને પસંદ પડશે જ.
- આશુ પટેલ
Cocktail Zindagi Magazine Description:
الناشر: Wolffberry Pvt. LTD.
فئة: Lifestyle
لغة: Gujarati
تكرار: Monthly
A Premium Life Style Magazine in Gujarati Language with rich and niche content on Monthly periodically.
Real life based stories from Jay Vasavda, Kanti Bhatt, Sanjay Chhel, Jyoti Unadkat, Shishir Ramavat and many more.
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط