સસ્કૃિતિક આનંદ તથા ભક્તિનું સામૂહિક સર્વોત્તમ માધ્યમ એટલે ગરબો, જેને ગુજરાતનું અભિન્ન અંગ ગણવામાં આવે છે. ગરબાની આગવી ઓળખ ગુજરાત થકી જ વિશ્વ સ્તરે ઊભરી છે. આધુનિક પેઢી કદાચ ગરબાને આનંદ અને મનોરંજન સાથે આદ્યશક્તિની આરાધનારૂપે જ ઓળખે, પરંતુ માનવીની પ્રકૃતિ આધારિત જીવન વ્યવસ્થા દરમિયાન ગરબો એક સનાતન પરંપરા રૂપે અનેક ગૂઢાર્થ સહિત પ્રચલિત બન્યો હતો.
ગરબો ગુજરાત ભરમાં ગવાય છે, પરંતુ વડોદરાએ ગરબાને વિશેષ ઓળખ આપી છે. વડોદરાના ગરબામાં વિવિધતા, વિશિષ્ટતા અને અનોખાપણું જોવા મળે છે. પૌરાણિક ઇતિહાસ મુજબ તો શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની પત્ની ઉષાએ પાર્વતીજી પાસેથી લાસ્ય નૃત્ય શીખી દ્વારકાની સ્ત્રીઓને તે શીખવ્યું અને તે પછી ‘મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત’ ગરબાની મેંદીની જેમ ગરબો ય ગુજરાત સુધી પહોંચ્યો.
વડોદરામાં દિવંગત સર સયાજીરાવના સમયથી ગરબા ગવાય છે. વડોદરા શહેર માટે પણ ભૂતકાળમાં ગરબો ગવાતો, ‘ધન્ય ધન્ય રે વડોદરા શહેર, રૂપે રંગીલું, છેલ છબીલું, અલબેલું..' વીજળી નહોતી તો ગર્ભદીપ અને ગગન ગોખના ચંદ્રદીપના અજવાળે ગરબા ગવાતાં. વર્ષાની વિદાય થાય ’ને શરદની સવારી આવે, તેમાં અશ્વિન માસની અજવાળી નવરાતોના દીર્ઘ આનંદ અને ઉલ્લાસમાં આબાલવૃદ્ધ સૌ તરબોળ બનતાં. શેરીઓમાં ગવાતાં ગરબા ધીમે ધીમે સોસાયટીઓમાં અને ત્યાર બાદ આયોજકો થકી મેદાનોમાં પહોંચ્યા જે છેવટે આજની ઝાકમઝોળ પામ્યા.
વડોદરામાં ગરબાની ઓળખ આપવામાં કલહંસ પટેલનું નામ મોખરે મૂકી શકાય. ફાઇન આર્ટ્સ અને નૂતન ભારત ક્લબમાં ગરબા શરૂ થયા બાદ રવિન નાયક તથા સ્વ.વિક્રમ પાટીલનો પણ વડોદરાના ગરબાના વિસ્તારમાં મુખ્ય ફાળો રહેલો છે. વિક્રમ પાટીલે રેસકોર્સ મેદાનમાં આશિત દેસાઈ સાથે ગરબા શરૂ કર્યા. રવિન નાયકના ગરબા સાંભળવાને તે વખતના લોકો એક લહાવો ગણતા જે આજે ૪૦ વર્ષ બાદ પણ એટલી જ ગિરમા ધરાવે છે. ‘અભિયાન’ સાથે વાત કરતાં વિન નાયક જણાવે છે કે, ‘હું ૪૦ વર્ષથી રેમપની રવિન નાયક ગ્રૂપ ચલાવું છું અને પુરુષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ, અવિનાશ વ્યાસ વગેરે એ કંડારેલી કેડી પર ચાલુ છું. એમ કહી શકાય કે, હું પરંપરા જાળવવાનો પ્રયાસ કરું છું. ગરબા ઉપર મારાં સંશોધનો આજે પણ ચાલુ છે અને ગરબો એની શ્રેષ્ઠતા જાળવી રાખે એવો સદાય મારો પ્રયાસ રહેશે.’
هذه القصة مأخوذة من طبعة October 08, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 08, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!