મને થતું કે હું ખોટે ઠેકાણે તો નથી આવી ગયો ને?
ABHIYAAN|October 29, 2022
સાડત્રીસ વર્ષથી કાર્ટૂનિસ્ટ તરીકે સક્રિય રેડિયોલૉજિસ્ટ હેમંત મોરપરિયા બહોળા ચાહકવર્ગમાં લોકપ્રિયતા પામ્યા છે. મુંબઈ વસતા મોરપરિયાએ કાર્ટૂનિસ્ટ તરીકેની કારકિર્દી શી રીતે અપનાવી? ચાલો જાણીએ..
બીરેન કોઠારી
મને થતું કે હું ખોટે ઠેકાણે તો નથી આવી ગયો ને?

કોલેજમાં હતો ત્યારે કોઈકે મારું ભવિષ્ય ભાખીને કહ્યું હોત કે, ‘આગામી વર્ષોમાં તું વ્યાવસાયિક ધોરણે રોજેરોજ કાર્ટૂન દોરીશ.' તો મેં એને પાગલ ગણીને હસી કાઢ્યો હોત. આંતરકોલેજ સ્પર્ધાઓમાં મળેલાં થોડાં ઇનામ, પોસ્ટ ગ્રેજ્યુએટ થતાં અગાઉ કોલેજના મેગેઝિનમાં પ્રકાશિત થયેલાં મેં ચીતરેલાં થોડાં કાર્ટૂન - આટલી મારી મૂડી હતી. ફોટોગ્રાફીનો પણ મને શોખ હતો.

કાર્ટૂન અને કોમિક્સ સાથેનો મારો લગાવ છેક બાળપણથી બંધાયેલો. હું વાંચતો થયો એથી પણ પહેલાં એ શરૂ થયેલો. કોમિક્સ મારા બાળપણના દોસ્ત હતા. મારાં માતાપિતાનું હું એક માત્ર સંતાન. એ બંને ડોક્ટર. એટલે દવાખાને જતાં રહે અને સાંજોની સાંજો હું એકલો હોઉં. કોમિક બુકમાં શું લખ્યું છે એ સમજ્યા વિના પણ, ફક્ત ચિત્રો જોઈને હું મારી મમ્મીને આખી વાર્તા આત્મવિશ્વાસથી કહી સંભળાવતો હતો. મારા કુમળા-વિકસતા મન પર તેનો ઊંડો પ્રભાવ પડ્યો.

મારા પિતાજી પુસ્તકપ્રેમી છે, એ આડેધડ પુસ્તકો ખરીદે છે. જોકે, પુસ્તકો ખરીદવાની આ સિવાયની બીજી રીત મારી જાણમાં નથી. પોતાની કાયમી ખરીદી સાથે મારા માટે તે, દસ પૈસાના એક લેખે મળતાં કોમિક્સ પણ લઈ આવતા. વીક એન્ડમાં સ્કૂલે જવાનું ન હોય ત્યારે મને વહેલો જગાડવા માટે કોમિક્સ આપતાં હતાં. મારી મોટા ભાગની સાંજો ડો. વિગાસ સ્ટ્રીટમાં આવેલા અમારા ચાલીના ઘરની બારીએ, કોમિક્સના સંગાથમાં વીતતી. એક તબક્કે મારી પાસે વિવિધ પ્રકારના બે હજારથી પણ વધુ કોમિક્સ હતા, પણ દરેક સારી બાબતનો અંત હોય છે એ ન્યાયે હું ‘મોટો’ થયો અને મમ્મીએ કોમિક્સ કાઢી નાખ્યાં!

هذه القصة مأخوذة من طبعة October 29, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة October 29, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024