મનોગ્રહ
ABHIYAAN|October 29, 2022
આખરે અવની સૂઈ ગઈ છે એવું લાગતાં એ ઊઠ્યો, અગાસીમાં ગયો. આકાશમાં હતા એટલા બધા તારાઓ એની સામે રહસ્યભર્યું સ્મિત કરી રહ્યા. સોમેશ્વરની આંખો એમાં ક્યાંક ઓળખાણ શોધી રહી
ડો. સ્વાતિ નાયક
મનોગ્રહ

‘અચ્યુતમ કેશવમ..' કૃષ્ણમંદિરમાં કૃષ્ણજન્મની રમઝટ પૂરી થવામાં જ હતી. સોમેશ્વરે ઉતાવળ કરવી પડે એમ હતી. બસ, પાંચેક મિનિટમાં અવની બહાર આવે તે પહેલાં આ છેલ્લા સિગ્નલ મોકલાઈ જાય તો ગંગા નાહ્યા.

‘જલ્દી કર સોમેશ્વર, થોડી સેકન્ડની ભૂલ એટલે અંતરિક્ષમાં કેટલાં પ્રકાશવર્ષ પાછળ પડી જવાય? ન ચાલે સોમેશ્વર.’ મનમાં બબડીને સોમેશ્વરે છેલ્લો સિગ્નલ ઝડપથી મોકલ્યો અને પોતાનો સામાન સંકેલી બ્રિફ્લેસમાં ભરીને બ્રિકેસ ગાડીની સીટની નીચેનું ખાનું ખોલીને મૂકી દીધી કે તરત જ અવની પૂજાની થાળી લઈને આવી ’ને રોજની જેમ બોલી, ‘અહીં મંદિરની બહાર સુધી આવો છો, કલાકો સુધી ઊભા રહો છો, તો અંદર આવતા હો તો!'

હંમેશની જેમ સોમેશ્વરે જવાબ આપ્યો, ‘મને ખુલ્લા આકાશમાં ભગવાન દેખાય છે. બંધ મંદિરમાં નહીં. મારી શ્રદ્ધા જુદી છે.’

ઘર સુધી બંને લગભગ મૌન રહ્યા. બંનેના મનોજગતમાં જુદી-જુદી દુનિયા ઊઘડતી-બીડાતી રહી. ઘરે, આઠ માળના એપાર્ટમેન્ટના પેન્ટહાઉસમાં પહોંચીને બંને કપડાં બદલી સૂતા ત્યારેય બંનેના મગજમાં અલગ-અલગ દુનિયા જ હતી. અવની આવતીકાલે છડીનોમના થાળમાં શું બનાવવું એનો વિચાર કરતી હતી અને સોમેશ્વર કઈ રીતે ફરી રાત્રે એક વાગ્યે ખુલ્લા આકાશ નીચે પોતાનું કામ કરી શકાશે એ વિચારતો હતો. એને સતત લાગતું હતું કે એની આસપાસ કોઈ છે, વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. છેલ્લો સિગ્નલ મોકલ્યો ત્યારે મશીનમાં આજે એક કંપન અનુભવાયું હતું. આછો થડકાર. કદાચ આજે કશુંક સામે છેડે પહોંચ્યું હતું અને જવાબમાં એને બોલાવી રહ્યું હતું. સોમેશ્વરે અવની તરફ જોયું, અવની એના તરફ જ જોતી હતી. એનું ખાલીખમ હૃદય ઘડિયાળની બેજાન ટીકટીક જેવું ધબકી રહ્યું હતું. કાશ સામે છેડે થડકાર પહોંચે, બાળક વગરની ખાલીખમ દુનિયાની નિરર્થકતા સોમેશ્વરને સમજાવી શકાય અને ચમત્કાર થાય 'ને સોમેશ્વર ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ લેવા આવે. બંનેની સાથે સારવાર થવી જરૂરી હતી. આઠમની માનતા ફળે તો.. લાલો એને આંગણેય ખેલે. એક ઊંડી આશા અવનીની પાંપણોના ગર્ભમાં ફરકી રહી હતી.

هذه القصة مأخوذة من طبعة October 29, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة October 29, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025