કચ્છની ધરતી પર ઊગી રહ્યું છે ‘પ્લાયવૂડ'
ABHIYAAN|November 12, 2022
દક્ષિણ ભારતમાં ઊગતાં મલબાર નીમ – મિલિયાદુબિયા નામના વૃક્ષની ખેતી કચ્છમાં શરૂ થઈ છે. આ વૃક્ષનાં લાકડાંમાંથી પ્લાયવૂડ બને છે. ગાંધીધામમાં દેશનો સૌથી મોટો પ્લાયવૂડ ઉદ્યોગ છે. ભવિષ્યમાં આ ઉદ્યોગ માટે જરૂરી લાકડું ઘરઆંગણે જ મળી રહેશે તેવી આશા જન્મી છે.
સુચિતા બોઘાણી કનર
કચ્છની ધરતી પર ઊગી રહ્યું છે ‘પ્લાયવૂડ'

દુષ્કાળ સાથેનો જુગ જૂનો નાતો ધરાવતા કચ્છના ખેડૂતો તદ્દન વિપરીત પરિસ્થિતિમાં અન્ય વિસ્તારના ખેડૂતો કરતાં વધુ જહેમત ઉઠાવીને નવા નવા પાકનું સફળતાપૂર્વક વાવેતર કરે છે. બાગાયતી ખેતીમાં તો આ જિલ્લો રાજ્યનો પ્રથમ નંબરનો જિલ્લો બન્યો જ છે, પરંતુ હવે તો જંગલના પાક ગણાતાં વૃક્ષોનું પણ મોટાપાયે વાવેતર કરીને તેમાં પણ આગેકૂચ કરી રહ્યો છે. જેમાંથી પેપર બનાવવા માટેનો પલ્પ બનાવાય છે, દીવાસળી બને છે તે મિલિયાદુબિયાના વૃક્ષમાંથી પ્લાયવૂડ પણ ખૂબ સારું બની શકે છે. આવા મિલિયાદુબિયા એટલે કે મલબાર નીમલીમડોના નામે ઓળખાતાં વૃક્ષોની ખેતી પણ કચ્છના ખેડૂતોએ શરૂ કરી છે. સાથે સાથે જિલ્લામાં નીલગિરિનાં વૃક્ષોનું વાવેતર પણ થઈ રહ્યું છે. દુકાળિયો રણપ્રદેશ મનાતા કચ્છમાં દક્ષિણ ભારતમાં લીલોતરી વધારનારાં વૃક્ષો પણ ઊગી રહ્યાં છે. ખેતી માટે નર્મદાનું પાણી પણ હવે જિલ્લાના અનેક વિસ્તારોમાં પહોંચવામાં છે ત્યારે ખેડૂતો બમણાં ઉત્સાહથી નવા નવા પાકોનું વાવેતર કરવાના પ્રયત્ન કરશે તે નક્કી છે.

કચ્છમાં છેલ્લા બે દાયકામાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. નર્મદાનાં પાણી પણ ખેડૂતોને મળવા લાગ્યા છે. હવે ધરતીપુત્રો આકાશી મહેર પર આધાર રાખવાના બદલે પોતે પણ જળસંચય કરીને ખેતીમાં તેનો ઉપયોગ કરી રહ્યા છે. પહેલાં માત્ર પરંપરાગત પાકો લેનારા ખેડૂતો હવે વિવિધ પ્રકારના બાગાયતી પાક લઈ રહ્યા છે. ઠંડા પ્રદેશમાં થનારાં સફરજન અને અમેરિકન કેસર અહીં પાકી રહ્યાં છે. ત્યારે દક્ષિણ ભારતમાં થનારાં મલબાર નીમ કે મિલિયાદુબિયા અને નીલિંગિર જેવાં વૃક્ષો પણ કચ્છની ગરમ આબોહવામાં ઊગી રહ્યાં છે.

هذه القصة مأخوذة من طبعة November 12, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة November 12, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024