
અગ્રેજીમાં રૂઢિપ્રયોગ છે, ‘યુ આર એન ઍપલ ઓફ માય આઈ.’ પ્રથમ દૃષ્ટિએ અનુવાદ એ થઈ શકે કે તમે મારી આંખની કીકી (સફરજન નહીં) સમાન છો. આ પણ ભાવાર્થ છે. વધુ સાચો અર્થ એ છે કે, ‘તમે મને ખૂબ વ્હાલા છો, પ્રિયજન છો.’ ઍપલના ફોન અર્થાત્ આઇફોન માટે પણ સાર્વત્રિક રીતે આ એટલું જ સાચું છે. આઇફોનની ઑપરેટિંગ સિસ્ટમ એટલી અધરી નથી જેટલી એની સુરક્ષા અને પાસવર્ડની સિસ્ટમ જડબેસલાક છે. ઑપરેટિંગ સિસ્ટમમાં એનો સ્ટોરેજ (મેમરી) વિભાગ ગૂંચવી મારે એવો છે. જેઓ નિપુણ હોય તેઓના માટે આઇફોન વરદાનરૂપ છે. ખાસ તો એટલા માટે કે પાસવર્ડ ભૂલાઈ ગયો, ખોવાઈ ગયો કે ખોટો પાસવર્ડ ત્રણ વખત વપરાયો તો ફોન કામ કરતો બંધ થઈ જાય. કોઈ ઍપ ડાઉનલૉડ ન થાય. માત્ર કૉલ આવે અને જાય એટલું જ થાય. જે નિપુણ ન હોય એ ધારકે દૂર શહેરમાં આવેલા આઇફોનના સર્વિસ સેન્ટર પર જવું પડે અને ત્યાં પણ લૉક ખોલવામાં સમય આપવો પડે. અમુક જૂના આઇફોન માટે દિવસો લાગી જાય.
આ લખનારે આજ સુધીમાં પાંચ આઇફોન અજમાવી જોયા, પણ મનને શાંતિ મળે એવી રીતે એક પણ વાપર્યો નથી, કારણ કે નિપુણતા નહીં મળે. છતાં જ્યારે ચાલે ત્યારે અન્ય તમામ ફોન ઍપલની વિસાતમાં ન આવે. એના કૅમેરા, પ્રોસેસર અને તમામ સિસ્ટમ પાવરફુલ. એટલે જેમને આવડત અને આવકની રીતે પોસાય તેઓ આઇફોન જ વાપરે. આઇફોનની કિંમત આજકાલ અમુક હાઈ-એન્ડ એન્ડ્રોઇડ ફોનની સમકક્ષ અને અમુક મૉડેલમાં ઓછી પણ છે, છતાં આઇફોન એક વર્ગમાં હજી પણ સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોનેરી રંગનો આઇફોન વાપરે છે અને રાહુલ ગાંધી ચાલુ સંસદમાં, માતા સોનિયા ગાંધી ટોકતાં રહે છતાં આઇફોનમાં સતત માથું ઘાલીને વળગી પડે છે. આઇફોન વાપરતા હોય કે ન વાપરતા હોય, તમામ લોકો આઇફોન વિષે સારું જ બોલતા હોય છે. મતલબ કે તમામ માટે ‘ઍપલ ઓફ ધી આઈ’ છે.
هذه القصة مأخوذة من طبعة November 19, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 19, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!