સવાર સવારમાં નિકિતા વહેલા વહેલા કામ પતાવવાની દોડધામમાં લાગેલી હતી. ત્યાં જ સાસુમાએ પાછળથી ટોકતાં કહ્યું કે, ‘કેમ આજે ઉતાવળે કામે લાગી છે, બહાર જવાનું છે?’ ત્યારે નિકિતાએ કહ્યું, ‘અરે ના..ના.મમ્મી આ તો ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. માટે અમારા કિટી ગ્રૂપે નક્કી કર્યું છે કે હવે રોજ બે કલાક શહેરના જુદા-જુદા વિસ્તારો અને એવી મહિલાઓ જેમને પોતાના મતનું મૂલ્ય જ ખબર નથી તેમને ત્યાં જવાનું અને તેમને મતદાન વિશેની સમજ આપવાની.’ ત્યારે સાસુ કોકિલાબહેન બોલ્યાં કે, ‘પણ એમ તમને લોકોને કેવી રીતે ખ્યાલ આવે કે ક્યાં જવું, કઈ મહિલાઓ પાસે જવું?’ ‘મમ્મી અમે તેની માટે પણ ડેટા ભેગો કર્યો છે. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં મહિલાઓ મતદાનને લઈને જાગૃત નથી. આ ઉપરાંત પણ ઘણા વિસ્તારો છે. અરે, ઘણી જગ્યાએ તો એજ્યુકેટેડ મહિલાઓ પણ મતદાન કરવા જવાનું ટાળે છે. કહે છે કે મારા એક મતથી શું ફરક પડે. બસ, આવી અનેક મહિલાઓ માટે અમારા કિટી ગ્રૂપે નક્કી કર્યું છે કે અમે મતદાન જાગૃતિ અભિયાન ચલાવીશું. એકાદ મહિનો કિટી પાર્ટીમાં ગેમ નહીં રમીએ, બહાર ફરવા નહીં જઈએ અને અન્ય પ્રવૃત્તિ નહીં કરીએ તો કોઈ ફરક નહીં પડે, પરંતુ જો અમારા આ અભિયાનથી મહિલાઓમાં થોડી પણ જાગૃતિ આવી તો અમને સારું કામ કર્યાનો સંતોષ થશે.
ઉપરની વાત સાંભળીને પહેલાં તો જરા નવાઈ લાગે કે, વળી હવે તો લોકો મતદાનને લઈને ઘણા જાગૃત છે, તોપણ આવા અભિયાનની જરૂર છે, પરંતુ હકીકતમાં ઘણી વખત આપણને જે લાગતું હોય તે સાચું નથી હોતું. આજે પણ મહિલાઓમાં મતદાનને લઈને નિરસતા જોવા મળે છે. ઘરનો પુરુષ વર્ગ મતદાન કરી આવે એટલે તેમને પત્યું. પોતે મતદાન કરવું છે કે મારે પણ મતદાન કરવું જ જોઈએ જેવી વાતો તેમની માટે ખાસ મહત્ત્વની નથી, કારણ કે તેમને તો ફક્ત પોતાનાં ઘર, સમાજ, વ્યવહારો અને પરિવારથી જ મતલબ હોય છે. પોતાનો મત કેટલો કિંમતી છે તેની તો જાણ સુદ્ધાં નથી હોતી. માટે આજે પણ અનેક જગ્યાએ મહિલાઓ દ્વારા મતદાન કરવામાં ઉદાસીનતા જોવા મળે છે.
هذه القصة مأخوذة من طبعة November 19, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 19, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ