જ્યારે ગાયના ગોબરમાંથી બનેલી ચિપને પેટન્ટ મળી..
ABHIYAAN|December 17, 2022
ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા કહેવાય છે, પરંતુ તે આજે રખડી રખડીને પેટ ભરે છે. ગાયની ઉપયોગિતા માત્ર દૂધ પૂરતી જ મર્યાદિત રહી હોવાથી તેના તરફ દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. જો તેનું ઉત્પાદન મૂલ્ય વધે તો તેની જાળવણી પણ વધે, પરંતુ ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ગાય, ગોબર, ગૌમૂત્ર વિશે કોઈ વિશેષ સંશોધન કરાતું નથી.
સુચિતા બોઘાણી કનર
જ્યારે ગાયના ગોબરમાંથી બનેલી ચિપને પેટન્ટ મળી..

ગાયને ભારતીય સંસ્કૃતિમાં માતા કહીને આદર અપાય છે. તેની પૂજા કરાય છે, પરંતુ ભારતના લોકો દ્વારા ગાયનું યોગ્ય રીતે લાલનપાલન થતું નથી. તેથી આ પવિત્ર મનાતાં પશુને રસ્તે રખડીને, પ્લાસ્ટિક સહિતનો કચરો ખાઈને જીવન ગુજારવું પડે છે. થોડા દાયકાઓ પહેલાં સુધી ગાય અને ગૌવંશની ઉપયોગિતા વધુ હતી. ગાયનો ઉપયોગ દૂધ, છાણ માટે હતો તો બળદનો ઉપયોગ પરિવહન અને ખેતી માટે હતો, પરંતુ આજે યાંત્રિક યુગમા તેની ઉપયોગિતા રહી નથી. તેથી તેના પ્રત્યે દુર્લક્ષ સેવાય છે. ગૌપ્રેમીઓ માને છે કે જો ગાયનું મૂલ્યવર્ધન થાય, તેની ઉત્પાદકતા માત્ર દૂધના સંદર્ભે નહીં, પરંતુ સર્વાંગી રીતે વધે તો લોકો ગાયની દેખરેખ વધુ સારી રીતે કરે. દૂધ ઉપરાંત ઉત્પાદકતા વધારવા માટે ગોબર અને ગૌમૂત્રની ઉત્પાદકતા વધારવી જરૂરી છે. આપણા વેદો-પુરાણોએ પણ ગાયનો મહિમા ગાયો છે. ગૌસૂક્તમાં તો તેનો અગાધ મહિમા ગવાયો છે. ત્યારે તેમાંથી માર્ગદર્શન મેળવીને આધુનિક વિજ્ઞાનની મદદથી તેની વધુ ને વધુ ઉપયોગિતા શોધવી જરૂરી છે, પરંતુ જેનો પશુપાલન એક મહત્ત્વ ભાગ છે, તે કૃષિ યુનિવર્સિટીઓમાં પણ ગાય, ગોબર અને ગૌમૂત્ર વિશે વૈજ્ઞાનિક રીતે સંશોધન કરવામાં આવતું નથી, તે ખેદજનક છે.

ઑર્ગેનિક ખેતીના પુરસ્કર્તા, કુકમા ખાતે આવેલા રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજ સોલંકી જણાવે છે કે, ‘ગાયમાં સકારાત્મક ઊર્જા છે. તેને વેદ-પુરાણોએ સૂર્યપુત્રી તરીકે ઓળખાવી છે. તેનામાં સૂર્યની ઊર્જા ગ્રહણ કરવાના ગુણો છે. મેં ક્યાંક એવું વાંચ્યું હતું કે લશ્કરનાં બંકરોમાં ગાયના ગોબરનું લીંપણ કરવામાં આવે છે. અમેરિકામાં પણ આવું થતું હોવાનું મારા વાંચવામાં આવ્યું હતું. તેમ જ જાપાન પર જ્યારે અણુ હુમલો થયો ત્યારે ગોબરવાળાં કપડાંએ લોકોને સુરક્ષિત રાખ્યા હોવાનું પણ જાણવામાં આવ્યું હતું. આથી મેં મારી રીતે જૂનાં પુસ્તકોમાંથી આ અંગે માહિતી મેળવી અને તેમાં મારા અનુભવનો ઉપયોગ કરીને અમે ૨૦૧૬માં ઍન્ટિ રેડિયેશન ચિપ બનાવી. આ ચિપની ઉપયોગિતા વિશે મેં પેન્ગ્યુલમથી અને બેલેસ્ટિક ગેલ્વેનોમીટરથી પ્રયોગો કર્યા હતા. જેમાં સાબિત થયું હતું કે, ગાયના ગોબરના કારણે રેડિયેશન ઘટી જાય છે. તેથી અમે ચિપ બનાવી, તેને પેટન્ટ માટે મોકલી અને આજે ૨૦૨૨માં પેટન્ટ મળી ગયો છે.’

هذه القصة مأخوذة من طبعة December 17, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 17, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025