કેવી રીતે નિર્માણ પામ્યું વિશાળ પ્રમુખસ્વામી મહારાજનગર?
ABHIYAAN|December 24, 2022
સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર ઓગણજ ગામ પાસે એક વિશાળ પ્રમુખસ્વામી મહારાજનગર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં એક મહિના સુધી આ મહોત્સવની ઉજવણી થશે. શું છે આ મહોત્સવની વિશેષતા આવો જાણીએ.
આર્જવ પારેખ
કેવી રીતે નિર્માણ પામ્યું વિશાળ પ્રમુખસ્વામી મહારાજનગર?

અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર ઓગણજ સર્કલ પાસે જેવા તમે પહોંચો ત્યાં જ કલાત્મક પ્રવેશદ્વાર અને મૂર્તિ દશ્યમાન થાય છે અને પ્રમુખસ્વામી મહારાજનગરની ઝલક દેખાવા લાગે છે. અંદાજે ૬૦૦ એકર જેટલી વિશાળ જગ્યામાં જેનું નિર્માણ થયું છે એ પ્રમુખસ્વામી મહારાજનગરમાં પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષ મહોત્સવની ઉજવણીમાં લાખો લોકો ભાગ લેવા જઈ રહ્યાં છે. વધુમાં સંયુક્ત રાષ્ટ્રમાં પણ આ જન્મ શતાબ્દીની ઉજવણી થઈ હોવાથી સમગ્ર વિશ્વમાં પ્રમુખસ્વામી મહારાજનો વિશ્વશાંતિનો સંદેશ પહોંચ્યો છે. દેશવિદેશથી લાખો હરિભક્તો આ મહોત્સવમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે. અનેક આકર્ષણો અને વિવિધતાસભર કાર્યક્રમોથી ભરપૂર પ્રમુખસ્વામી મહારાજનગર કઈ રીતે તૈયાર થયું એ પણ જાણવા જેવું છે.

આમ જોવા જઈએ તો દાયકાઓ પહેલાં જ આ ઉજવણીના મૂળ રોપાઈ ચૂક્યા હતા. ૧૯૮૧માં પ્રમુખસ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણ મહોત્સવ નગર બનાવ્યું હતું અને ૫૯ દિવસ જેટલો લાંબો અને ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો. આ જ કોન્સેપ્ટ પર આધારિત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણીની તૈયારીઓ આજથી સાત વર્ષ પહેલાં જ શરૂ કરી દેવાઈ હતી.

પહેલાં આ મહોત્સવ ગત વર્ષે ડિસેમ્બરમાં જ યોજાવાનો હતો, પરંતુ કોરોનાની મહામારીને કારણે આ ઉજવણી શક્ય બની ન હતી. ગુજરાતમાં લગભગ બધા જિલ્લાઓમાં વત્તે-ઓછે અંશે છેલ્લાં સાત વર્ષથી અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે જે આમ જોવા જઈએ તો આ મહોત્સવની ઉજવણીનો જ ભાગ હતો. વિદેશોમાં પણ ઘણા કાર્યક્રમો થયા છે. મહોત્સવની પૂર્વતૈયારી રૂપે બીએપીએસ સંસ્થા દ્વારા એક પારિવારિક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સિત્તેર હજારથી વધુ કાર્યકરોએ ૨૪ લાખ પરિવારોનો સંપર્ક કર્યો હતો અને તેમના ઘરે ગયા હતા. ઉપરાંત બાળકો દ્વારા વ્યસનમુક્તિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સિવાય પ્રમુખસ્વામી મહારાજને અંજિલ આપવા માટે રક્તદાન, વૃક્ષોનું વાવેતર, અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

هذه القصة مأخوذة من طبعة December 24, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 24, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024