૨૦૨૩નું વિશ્વ: વિવિધ ક્ષેત્રોની વિરાટ સંભાવનાઓ
ABHIYAAN|January 07, 2023
ટ્રમ્પે જેને ચીની વાઇરસ તરીકે ઓળખાવ્યો હતો તે વાઇરસ કરતાં વધુ રહસ્યમય ચીનના પ્રમુખ જિનપિંગ છે. વાઇરસ એમને છોડતો નથી કે વાઇરસને એ છોડતા નથી તે નક્કી કરવું મુશ્કેલ છે
આદિત્ય સિદ્ધાર્થ
૨૦૨૩નું વિશ્વ: વિવિધ ક્ષેત્રોની વિરાટ સંભાવનાઓ

અગાઉના સમયમાં નવા વર્ષના પ્રારંભે ચૂંદડિયા બ્રાહ્મણો ગામના ચોરા પર આવી જાહેરમાં એ વર્ષનું ફળકથન સંભળાવતાં. કેટલીક નહીં, મોટા ભાગની આગાહીઓ નરો વા કુંજરો વા સમાન હતી. જેમ કે રાતી ચીજોના ભાવ વધશે, પણ સફેદના ઘટશે. લોકોને એ કાલ્પનિક આગાહીઓમાં હવે શ્રદ્ધા બેસતી નથી તે સ્વાભાવિક છે, પરંતુ દુનિયાના નિષ્ણાતો, તેઓની સંસ્થાઓ નક્કર ડેટા અને તેના વિશ્લેષણોને આધારે, બુનિયાદી કારણોને સમજીને વરસમાં બનનારી ઘટનાઓની આગાહીઓ કરતા થયા છે અને જો આસમાની સુલતાની (જેમ કે ઉલ્કાપાત થાય અને ડિનાસર્સ મરી ગયા) ન થાય તો એ આગાહી સાચી પડવાની સંભાવના મોટી રહે છે. આગામી ૨૦૨૩ના વરસની સંભાવનાઓ રસપ્રદ એટલા માટે છે કે હાલમાં દુનિયા અનેક તકલીફોમાં ઘેરાઈ ગઈ છે. પૃથ્વી એક ગામ બની (ગ્લોબલ વિલેજ) બની ગઈ છે ત્યારે ગામની ઘટના વૈશ્વિક બને છે. એકની નાની-મોટી અસર બીજાને થયા વગર રહેતી નથી. હાલમાં જગત યુક્રેન યુદ્ધ, ત્રાસવાદ, કોરોના, ઊર્જાના સ્રોત અને પર્યાવરણની ગંભીરતમ સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. વસતિ પણ નવા વિક્રમો સર કરે છે. તો શું થશે બે હજાર ત્રેવીસના વરસમાં?

આવતા એપ્રિલમાં વસતિની બાબતમાં ચીન કરતાં ભારત આગળ વધી જશે. જોકે ભારત માટે આ કોઈ ગૌરવ લેવા જેવી બાબત ન ગણાવી જોઈએ. છતાં ભારત દુનિયાનો સૌથી વધુ, ૧૪૩ કરોડ (૧ અબજ ૪૩ કરોડ)ની આબાદી ધરાવતો દેશ બની જશે. આર્થિક ત્રેવડ અને ક્ષેત્રફળની દૃષ્ટિએ આ સારી વાત નથી. ચીન ભારત કરતાં ત્રણ ગણું મોટું છે અને આર્થિક રીતે દસ ગણું બળવાન છે. વસતિ વધારાના ગેરફાયદા ચીને સમજી લીધા હતા અને તેથી સમયસર બ્રેક મારી. ભારતના નેતાઓને આ બાબત હજી સમજાતી નથી અને વસતિના નામે સંકીર્ણ રાજનીતિ રમી રહ્યા છે. ચૂંટણી ૨૦૨૪માં આવવાની છે. રાજ્યોની ચૂંટણી ટાણે કોમન સિવિલ કોડનાં વચનો આપી રાખ્યાં છે જે લાગે છે કે ૨૦૨૩માં તેમાં પ્રગતિ સાધવામાં આવે. અન્યથા ૨૦૨૪માં પ્રજા પાસે કેવી રીતે જવાશે? નિષ્ણાતોના કહેવા મુજબ ૨૦૨૩માં પણ ભારતની રાજકીય અને સામાજિક નીતિઓમાં હિન્દુત્વનું જોર રહેશે અને દેશ એવી અમુક બાબતોમાં આગળ વધશે જે કદાચ લઘુમતીઓને પસંદ ન પણ હોય. તેમાંનો એક મુદ્દો વસતિ નિયંત્રણ ધારાનો હોઈ શકે.

هذه القصة مأخوذة من طبعة January 07, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 07, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024