વર્ષ ૨૦૧૫માં એક સમાચારે ખાસ્સી ચર્ચા જગાવેલી. મૂળ ચાઇનાની ‘ગો’ નામક એક રમતમાં ગૂગલની માલિકીનો આલ્ફાગો નામક પ્રોગ્રામ પ્રોફેશનલ મનુષ્યને મા’ત આપીને આ રમતમાં આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ પ્રોગ્રામ બન્યો હતો. ચેસ કરતાં ગો રમત અત્યંત જટિલ હોવાથી એક કૉમ્પ્યુટર પ્રોગ્રામની આ ઉપલબ્ધિ કૃત્રિમ બુદ્ધિક્ષમતાના વિકાસમાં નોંધપાત્ર ઘટના ગણાઈ હતી. ત્યાર પછી ૨૦૧૬માં ગૂગલની જ ટ્રાન્સલેશન સર્વિસ પાછળ કામ કરતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિવિધ ભાષાઓ વચ્ચે અનુવાદનું કાર્ય પાર પાડવા પોતાની એક અલાયદી ભાષા જ વિકસાવી નાખી હોવાના સમાચાર ચગ્યા હતા. એ પછી ૨૦૧૭માં ફેસબુકના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વડે કામ કરતા બે રૉબોટ પણ એકબીજા સાથે એમણે જાતે બનાવેલી કોઈ અલગ જ ભાષામાં વાત કરતા હોવાનું જાહેરમાં આવતા ચકચાર જાગી હતી. સરળ શબ્દો દ્વારા સમજીએ તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે અત્યંટ જટિલ કૉમ્પ્યુટર પ્રોગ્રામ કે સોફ્ટવેર, જે ઘણા પ્રકારે માણસના દિમાગની જેમ કામ કરે, નહીં કે ફક્ત યંત્ર જેમ. ટૅક્નોલૉજીનાં પેટા ક્ષેત્રોમાં આ સૌથી વધુ ઝડપથી વિકસતી શાખામાં ગણના પામે છે અને સમયાંતરે એમાં થતી સીમાચિહ્નરૂપી ઘટનાઓના વિશાળ પડઘા પણ પડે છે. આ વખતે પડેલા પડઘા પાછળ ચેટ-જીપીટી નામક એક વેબસાઇટ કે પ્રોગ્રામ જવાબદાર છે.
જેના કુલ છ સ્થાપકોમાંથી એક એલન મસ્ક પણ હતો અને જેણે માઇક્રોસોફ્ટ પાસેથી ઘણું મોટું ફન્ડિંગ મેળવ્યું છે એ ‘ઓપન એઆઈ’ કંપનીએ નવેમ્બર ૨૦૨૨માં ચેટિંગ કરી શકે એવો એક પ્રોગ્રામ ઇન્ટરનેટના દરિયામાં વહેતો કર્યો જેનું નામ આપ્યું ચેટ-જીપીટી. પ્રથમ પાંચ દિવસોમાં જ એના દસ લાખ યુઝર થઈ ગયેલા અને એક જ મહિના અંદર નેટિઝનો દ્વારા મળેલા વ્યાપક પ્રતિસાદને કારણે ગૂગલ મૅનેજમૅન્ટે કોડ રેડ જાહેર કરી દીધો અને પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રોગ્રામના વિકાસ પર એમણે પુનરવલોકન કરવાની ફરજ પડી. થોડા જ મહિનાઓમાં ચેટ- જીપીટીને મળેલી લોકપ્રિયતાનું કારણ છે કે ત્યાં પૂછવામાં આવેલ સવાલ કે કરવામાં આવેલી ફરમાઈશનો સીધો અને વ્યવસ્થિત રીતે જવાબ મળી જાય છે. ગૂગલમાં સર્ચ કર્યા પછી રિઝલ્ટમાં આવતી ઘણી બધી માહિતીઓ ખંખોળીએ ત્યારે છેક જોઈતો જવાબ મળે એવો ઘણાનો અનુભવ હશે. જ્યારે ચેટ-જીપીટી ત્યાં ચઢિયાતી સાબિત થતી સર્વિસ છે.
هذه القصة مأخوذة من طبعة January 21, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 21, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ