જૂનાગઢથી તાલાલા આશરે ૫૫ કિમી જેટલું દૂર છે અને જાંબુર ત્યાંથી આશરે ૧૦ કિમી દૂર આવેલું છે. આ જાંબુર ગામ આખું સીદી સમાજનું ગામ છે. જાંબુરને ગુજરાતનું આફ્રિકા પણ કહેવામાં આવે છે. આ સીદી સમાજના લોકો મૂળ આફ્રિકાના વતનીઓ છે. હાલ જાંબુરમાં વસતા સીદીઓના વડવાઓને પોર્ટુગીઝ વેપારીઓ દાયકાઓ પહેલાં ગુલામ તરીકે ભારત લાવ્યા હતા. સમય જતાં પોર્ટુગીઝ વેપારીઓ તો ગયા, પણ સીદી સમાજના લોકો ગીરમાં જ રહી ગયા અને દૂધમાં સાકર ભળે તેમ સૌરાષ્ટ્રની સંસ્કૃતિમાં ભળી ગયા. આશરે સવાસો વર્ષ પહેલાં સીદી સમાજને જંગલમાંથી બહાર કાઢી અહીં રહેવા જગ્યા આપવામાં આવી, જે ધીમે-ધીમે એક ગામમાં ફેરવાઈ અને જાંબુર નામનું ગામ વસ્યું. આમ છતાં અહીંના સમાજની હાલત તો આદિવાસીઓ જેવી જ અને જંગલી રહેણીકરણી હતી. આથી અહીં રહેતા બાદશાહ સમાજ માટે કંઈક કરી છૂટવાની હામ ધરાવતા હીરબાઈએ સમાજનો ઉદ્ધાર કરવા અને સમાજને શિક્ષિત બનાવી એક ઉમદા જીવનધોરણ આપવા પોતાની જિંદગી સમર્પિત કરી દીધી.
આ જાંબુર ગામના હીરબાઈ લોબી પોતાની આગવી પ્રતિભાને લીધે પ્રસિદ્ધ છે. તેઓ સીદી જાતિના અભણ અને ગરીબ ઘરમાં જન્મેલા. તેમનું બાળપણ ઘણી તકલીફો વચ્ચે વિત્યું. ચાર વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ થયું અને ૧૪ વરસની વયે પિતાજીની છત્રછાયા ગુમાવી. પોતાનાં દાદી પાસે રહીને ઊછર્યાં. તેમની સીદી જાતિમાં પુરુષો પણ ભણે નહીં. ગરીબી, બેરોજગારી અને દારૂનું સેવન સામાન્ય બાબત ગણાય. હીરબાઈનાં લગ્ન થયાં પણ પરિસ્થિતિમાં કશો જ ફરક ન પડ્યો. હીરબાઈને પિતા તરફથી વારસામાં અડધો એકર જમીન મળી હતી, પરંતુ તેમને માથે પણ એક લાખ રૂપિયાનું દેવું હતું. હીરબાઈ અભણ હોવા છતાં તેમનામાં દૂરંદેશીપણું હતું એટલે સખત મહેનત કરી ખેતી કરી તેમણે દેવું ચૂકવ્યું અને પોતાની જાતને સધ્ધર બનાવી. એટલેથી જ તેઓ અટક્યા નહીં. તેમણે સમાજની અનેક મહિલાઓ અને બાળકોને સધ્ધર બનાવવાનું બીડું ઝડપ્યું.
هذه القصة مأخوذة من طبعة February 11, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 11, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!