સ્પિતી વેલી, અ વર્લ્ડ વિધિન અ વર્લ્ડ
ABHIYAAN|April 08, 2023
સ્પિતી વેલીનું વાતાવરણ ઠંડા રણપ્રદેશ જેવું છે એટલે કે ઉત્તરી ચાઇનાના ગોબીના રણ જેવું છે. એપ્રિલથી જુલાઈનો અહીંનો ઉનાળો દિવસની પંદર ડિગ્રીના તાપમાન સાથે સુક્કો છે રામપુર બુશેરથી છેક ખાબ સુધી આપણી સાથે વહેતી સતલજ સ્પિતી વૅલીમાં સ્પિતી નદીને મળે છે અને આપણને સતલજસ્પિતીનો સંગમ જોવા મળે છે પૂહ ગામના દ્વારે પહોંચતા જ આવા પ્રવાસી જલસાના અનેક અનુભવો ભેગા થઈ આપણા કર્ણદ્વારે આવીને કહે છે કે, હેવ અ કપ ઑફ સ્ટ્રોન્ગ કોફી ઓર ટી વિથ નમકીન બિસ્કિટ્સ
રક્ષા ભટ્ટ
સ્પિતી વેલી, અ વર્લ્ડ વિધિન અ વર્લ્ડ

ઉનાળો આવતાં જ ગુજરાતીઓ સમગ્ર વિશ્વના ઠંડા પ્રદેશો અને પ્રખ્યાત હોટ સ્પોટ પર પ્રવાસે નીકળી પડે છે, કારણ કે ગુજરાતીઓ પ્રવાસ પ્રેમીઓ છે અને પૈસા ખર્ચી જાણે એવી પ્રજા પણ છે. ખિસ્સા ગરમ હોય તેવા સમૃદ્ધો ભલે મોંઘાદાટ પેકેજીસમાં પરદેશ પ્રવાસે જાય, પરંતુ ભારતમાં અને ભારતમાં જ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ તરફની દોટ આજની તારીખે અકબંધ છે. એક તો સ્કૂલ-કૉલેજની પરીક્ષાઓ પૂરી થયાની ખુશી અને બીજું ૪૫ ડિગ્રીની જાલિમ ગરમીમાંથી પંદરેક દિવસ મુક્ત થવાનો ભાવ આવા ડેસ્ટિનેશન્સ તરફની દોટમાં મુખ્ય ભાગ ભજવે છે. તે ઉપરાંત બરફાચ્છાદિત દશ્યફલકોની હિમાલયની ટાઢક સૌનું સ્વર્ગીય આકર્ષણ પણ હોય છે.

લિંગતી વેલી-લિગતી નદી

હિમાલયના આવા પ્રવાસો, ટ્રેકિંગ કાર્યક્રમો અને સાહસિક પ્રવૃત્તિઓથી સભર કેમ્પિંગ પ્રોગ્રામ્સમાં કેટલાંક હિમાલયન સ્થળો અને પ્રદેશો વર્ષોથી લોકજીભે ૨મતાં રહ્યાં છે. કદાચ, સોમાંથી સત્તર કહે છે, અમે આ ઉનાળે મનાલી જવાના છીએ. પછીના બીજા સત્તર ટકા કહે છે, અમે શિમલા જવાના છીએ. પાત્રીસે પહોંચેલી આ ટકાવારીમાં વળી ઉમેરાય છે હરિદ્વાર-ઋષિકેશ અને ચારધામ યાત્રાળુઓ અને બાકીના અનેકો અલમોડા, નૈનિતાલ, કૌશાની, જાગેશ્વર-બાગેશ્વર, મુક્તેશ્વર, બીનસર, ડેલહાઉસી, ધર્મશાલા, મેક્લોડગંજ, ગુશેઈની, જીભી, લેહ-લદ્દાખ અને હિમાલયની પાર્વતી અને તીર્થનવેલી જેવી કેટલીક જાણીતી વેલીના પ્રવાસીઓ. પ્રવાસી જીવનમાં હિમાલય પ્રવાસનું ખાતું ખોલાવનાર એમેચ્યોર પ્રવાસીઓ ભલે શિમલા-મનાલી અને તેની આસપાસનાં પ્રાકૃતિક સ્થળોનો પ્રવાસ ખેડી હિમાલયનો વર્જિન સ્પર્શ મેળવે, પરંતુ વર્ષોથી હિમાલયની સ્વર્ગીય ખીણોનો ખોળો ખૂંદતા અસલ અને ઘડાયેલા રખડુઓએ તો પોતાના ખાતામાં કોઈ તાજ્જી, નવી અને રોમાંચક એન્ટ્રી પાડવી પડે અને પ્રવાસવું પડે કોઈ નવા પ્રદેશે.

હિમાલયન જંગલો, નદીઓ, પર્વતો, સર્પાકાર માર્ગો, સ્થાપત્યો, મંદિરો અને મ્યુરલ્સથી મહેકતા બૌદ્ધ મઠોના મેગ્નેટિક દશ્યલકો સાથે હજી કેટલાક હિમાલયન પ્રદેશોએ પોતાનું સત્ત્વ ટકાવ્યું છે અને એવા સાત્ત્વિક અને થોડા ઓછા એક્સ્પ્લોર થયેલા પ્રદેશોમાંનો ઠીક-ઠીક ઓછો જાણીતો એક પ્રદેશ છે, સ્પિતી વેલી.

هذه القصة مأخوذة من طبعة April 08, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 08, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025