ઉત્તર-પૂર્વીય ભારતમાં સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતાં સાત રાજ્યો છે અને એક બ્રધર સ્ટેઇટ, સિક્કિમ પણ છે. આ બધાં રાજ્યોમાં ઊગતા સૂર્યનો પ્રદેશ ગણાતું અરુણાચલ સૌથી મોટું રાજ્ય છે અને ઉત્તર-પૂર્વીય હિમાલયમાં આવેલો પ્રદેશ પણ છે. ઉનાળામાં જ્યારે પ્રખ્યાત હિમાલયન સ્થળો તરફનો ધસારો વધે છે ત્યારે કેટલાક અસલ જાણકારો અરુણાચલ તરફ નીકળી પડે છે અને એ અરુણાચલમાં તવાંગ નામના બૌદ્ધ મઠને પોતાનું ગંતવ્ય બનાવે છે.
આ બૌદ્ધ મઠ લ્હાસાના પોટાલા પૅલેસ પછીનો એશિયાનો બીજા નંબરનો અને ભારતનો સૌથી મોટો બૌદ્ધ મઠ છે. આ મઠ અરુણાચલની તવાંગ ચુ ઘાટીમાં સ્થિત તવાંગ જિલ્લાના તવાંગ નગરથી માત્ર બે કી.મી. દૂર છે. ભૌગોલિક રીતે તવાંગ મઠ અરુણાચલની ઉત્તર-પશ્ચિમે છે અને ભૂતાન અને ચીનની સરહદથી નજીક છે. બૌદ્ધ ધર્મની આંતરરાષ્ટ્રીય ધરોહર ગણાતો આ મઠ છેલ્લાં ૪૦૦ વર્ષોથી વિશ્વ પ્રવાસીઓ અને બૌદ્ધ ધર્મના અભ્યાસુઓને આકર્ષે છે.
આ મઠ જ્યાં આવેલો છે તે તવાંગ એક કાળમાં તિબેટનો ભાગ હતું, પરંતુ ૧૯૧૪માં થયેલ શિમલા કરાર વખતે બ્રિટિશ ઇન્ડિયા અને તિબેટ વચ્ચે મેકમોહન લાઇન ડિફાઇન થઈ જે મુજબ તિબેટે તવાંગ સહિતનો કેટલોક પ્રદેશ બ્રિટિશ ઇન્ડિયાને આપ્યો અને તવાંગ આપણું થયું.
તે ઉપરાંત એક કથા મુજબ સત્તરમી સદીમાં હિમાલયના વિવિધ બૌદ્ધ પંથો વચ્ચે શરૂ થયેલા વિખવાદ વખતે મીરા લામા લોદ્રે ગ્યાસ્તો નામના તિબેટન સાધુ પોતાના ગેલુપા એટલે કે યલો હેટ પંથનું રક્ષણ કરવા એક કિલ્લો બાંધવાનો નિર્ણય લે છે. પાંચમા દલાઈ લામાના આશીર્વાદ પ્રાપ્ત કરી મીરા લામા પોતાના ઘોડા પર યોગ્ય સ્થળની પસંદગી કરવા નીકળી પડે છે, પરંતુ તે નક્કી નથી કરી શકતા કે પોતાના બૌદ્ધ સાધુઓને સુરક્ષિત રાખવા કિલ્લો ક્યાં બાંધવો આથી તે પોતાના ઘોડાને એક ગુફાની બહાર રાખી, ગુફામાં જઈ દૈવી શક્તિની મદદ માગે છે. જ્યારે તેઓ ગુફાની બહાર નીકળે છે ત્યારે તેમનો ઘોડો ત્યાં જોવા નથી મળતો. શોધી શોધીને થાકતાં તેનો ઘોડો કોઈ ઊંચી પહાડી પર મળી આવે છે. આ ઘટનાને દૈવી ઇશારો માની મીરા લામા એ જ સ્થળ પર બૌદ્ધ મઠ બાંધે છે અને તેનું નામ પાડે છે તવાંગ એટલે ઘોડા દ્વારા પસંદ થયેલું.
هذه القصة مأخوذة من طبعة May 27, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 27, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.
ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક
ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય