ઉત્તરાખંડ પાસે કુમાઉ અને ગઢવાલ એવા બે પ્રદેશો છે જેમાં કુમાઉ પાસે હરીભરી પ્રકૃતિ વચ્ચે એકાંત ઇચ્છતાં હિમાલય પ્રેમીઓનો હાથ પકડી શકે એવાં કેટલાંક સ્વપ્નિલ સ્થળો છે, જ્યાં હિમાલયન શિખરોનો વ્યૂ છે; દેવદારનાં જંગલો વચ્ચેની ટ્રેઇલ છે; પંખી-પ્રાણીઓના રંગો છે; અભયારણ્યો છે; પ્રાચીન મંદિરો છે; લેઝરલી કોટેજીસ, કેમ્પ સાઇટ્સ, વિશાળ રિસોર્ટ્સ છે અને છે લન્ચ-બ્રેકફાસ્ટ અને ફળફળતું ડિનર પીરસતા પેકેજીસ પણ.
એકસાથે આટલું બધું અર્પણ કરતાં અનેક હિમાલયન પ્રદેશોમાંનું એક છે, બિનસર. આ બિનસર ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આવેલું નેસડું છે, જે અલ્મોડાથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર છે અને પ્રવાસન સાથે સંકળાયેલા લોકો તેને ટૉય ટાઉન પણ કહે છે. દરિયાઈ સપાટીથી આઠેક હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત બિનસર કવિ-લેખકો અને પ્રકૃતિપ્રેમીઓનું મનપસંદ થાનક છે. ખભે હૂંફાળી શાલ વીંટાળી હિમાલયન વૉક લેતાં કલાકાર જીવો અહીં હાથમાં સ્ટ્રોન્ગ કૉફીનો મોટો મગ લઈ દેવદારનાં વૃક્ષોમાં ગૂંથાયેલા રહે છે અથવા હિમાલયના ઉત્તુંગ શિખરોનો વ્યૂ લેવા કોઈ લાકડાંના બાંકડા પર નિરાંતે બેસે છે.
મંત્રમુગ્ધ કરતાં લૅન્ડસ્કેપ વચ્ચે ત્રણેક દિવસ લેઝરલી જીવી શકાય એવા બિનસરમાં વળી બિનસર કુમાઉ મંડલ વિકાસ નિગમના રિસોર્ટમાં નિવાસ બુક કરાવો તો ઊઘડતી સવારે રિસોર્ટની વિશાળ અગાસી પર પહોંચી જવાનું રહે. ચા-કૉફી અગાસી પર જ આવી જાય. હિમાલયન શિખરો પરથી ધીમે-ધીમે ધુમ્મસ ઊંચકાય અને સવારના કૂણા તડકે હિમાલયનાં પ્રખ્યાત શિખરોનાં ઘરેબેઠા દર્શન થાય. આપણે એ ક્ષણે આપણા કૅમેરા પર ઝૂમ લેન્સ ચડાવીને દૂરનાં શિખરોને નિકટ લાવી શકીએ કે ૮૦૦૦ હજાર ફૂટ ઊંચી અગાસીની એકાદ બેંચ પર બેસી સૂર્યોદય જોતાં-જોતાં એક-બે ખુશનુમા સવારને મનભરીને શ્વાસમાં પણ ભરી શકીએ.
هذه القصة مأخوذة من طبعة June 03, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 03, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!