ભારતની પશ્ચિમે અરબી સમુદ્રના કિનારે ખંભાતના અખાત પર આવેલું દમણ ઇન્ડો-પોર્ટુગીઝ વિદેશી થાણું છે. ગુજરાત-મહારાષ્ટ્રની ઇન્ટર સ્ટેટ સરહદની ઉત્તરે ૨૦૦૦ વર્ષ પ્રાચીન ઇતિહાસ લઈને જીવતું આ દમણ વાપીથી માત્ર બારેક કિલોમીટર દૂર છે. પશ્ચિમ ઘાટથી દમણ સુધી આવતી દમણ ગંગા અહીં અરબી સમુદ્રમાં ભળે છે અને દમણને નાની અને મોટી દમણમાં વિભાજિત કરે છે. પાંચસો વર્ષ પ્રાચીન કિલ્લાઓ અને દેવળોથી પોર્ટુગલી પિક્ચર આપતું દમણ ઉત્તર-પશ્ચિમ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે અને દીવ-દમણ, દાદરા અને નગર હવેલીની રાજધાની પણ છે.
મૌર્યવંશથી ગુજરાતના શાહ પછીનો ઇતિહાસ એવું કહે છે કે, પોર્ટુગીઝ કેપ્ટન મેજર ડિયોગો ડિમેલો ૧૫૨૩માં પર્સિયન ગલ્ફની પૂર્વ બાજુએ રહેલા ઓરમુજ જઈ રહ્યા હતા ત્યારે તેમની નૌકા એક તોફાનમાં ફસાઈ ગઈ અને તેઓ દમણના દરિયે પહોંચી ગયા. દમણના દરિયામાં આ પોર્ટુગલ કેપ્ટનને એટલો રસ પડ્યો કે તેણે અહીં પોર્ટુગલ કોલોની સ્થાપી અને સાડા ચારસો વર્ષો સુધી દમણ પર રાજ કર્યું. ૧૫૬૦થી દમણ પર રાજ કરતાં આ પોર્ટુગીઝને ભગાડવા ૧૯૬૧માં ભારત સરકારે ‘ઑપરેશન વિજય’ નામનું મિલ્ટ્રી ઑપરેશન હાથ ધર્યું અને છત્રીસ કલાકના જંગ પછી પોર્ટુગીઝ સૈન્યને હરાવી દમણ પાછું લીધું. એ સમયે દક્ષિણ યુરોપિયન દેશ એવા પોર્ટુગલનું શાસન તો ગયું જ પરંતુ આ પોર્ટુગલ કોલોની દમણને યુરોપિયન પ્રભાવવાળા કિલ્લાઓ અને દેવળો દઈને ગઈ જે આજની તારીખે દમણનો ડંકો વગાડે છે.
પ્રવાસન જગતમાં અડધી સદીથી પ્રવાસીઓને આકર્ષતા આ દમણમાં નાની દમણની ઉત્તરે સેઇન્ટ જેરોમ ફોર્ટ છે જે ૧૨,૨૫૦ સ્ક્વેર મીટરમાં પથરાયેલો છે. દમણ ગંગાની સામે રહેલો આ કિલ્લો પાંચસો વર્ષ પ્રાચીન ધરોહર છે. તેના પ્રવેશદ્વાર પર સંત જેરોમની વિશાળ પ્રતિમા છે. ત્રણ બુરજ ધરાવતાં આ કિલ્લાની અંદરના ‘અવર લેંડી ઓફ ધ સી’ નામના દેવળમાં રોઝવૂડમાંથી કોતરેલી વેદી છે અને સોનાની લેશવાળી કારીગરી પણ છે. આખીય સાંજ કિલ્લા પરથી દમણ ગંગાની જળરાશિને જોવાની, ઢળતી સાંજે તેના કિનારા પરથી સૂર્યના સોનેરી પ્રકાશમાં નૌકાઓનું છાયાચિત્ર સંયોજવાની અને એ પછી વીસ વર્ષથી પ્રખ્યાત એવા વેજપનીર જેટી રોલ્સ જમવાની મજા છે.
هذه القصة مأخوذة من طبعة June 17, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 17, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.
ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક
ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય