હજુ ગણતરીનાં વર્ષો પહેલાં સુધી આપણા સમાજમાં સ્ત્રીઓની માસિકચક્ર સહિતની જાતીય બાબતોને ચર્ચાયોગ્ય માનવામાં આવતી ન હતી. ઊલટું જાહેરમાં એ અંગેની વાતચીતને શરમજનક માનીને મોટા ભાગે ટાળવામાં આવતી. તેને મંચ પર ચર્ચાનો નહીં, પણ છાને ખૂણે કાનમાં ગણગણી લેવાનો વિષય ગણાતો. વર્ષોના સંઘર્ષ બાદ હવે આ મુદ્દાઓ વિશે સ્ત્રીઓ ખૂલીને બોલી શકે છે. કપડાંને બદલે સૅનેટરી પૅડની જરૂરિયાત હવે લકઝરી નથી ગણાતી. ઋતુચક્રને તદ્દન નૈસર્ગિક ક્રિયા માનીને તેનો સહજ સ્વીકાર થયો છે. એ માટેની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાનું શરૂ થયું છે. આ ક્ષણે ૨૦૧૮માં આવેલી અક્ષયકુમારની ફિલ્મ ‘પેડમેન’ યાદ આવે છે? જેના દ્વારા આપણને ભારતના પ્રથમ પૅડમેન ‘અરુણાચલમ મુરુગનંતમ’નો પરિચય થયો. તેમણે ગ્રામીણ મહિલાઓને પોષાય તેવા પૅડ બનાવવાની શરૂઆત કરી હતી. હાલના સમયમાં સંતાડી રાખવાની ‘એ’ વાતને સ્વચ્છતા અને જાગૃતિના પંથે જોઈને ખરી આધુનિકતાનો ભાવ અનુભવાય છે.
આ જાગૃતિના પગલે દર મહિને અંદાજિત ૧ બિલિયનથી વધુ સૅનિટરી પૅડનો વપરાશ થઈ રહ્યો છે, પરંતુ આ આંદોલનની શરૂઆત સાથે એક વિચિત્ર સમસ્યાનો પણ જન્મ થયો છે. એ છે વપરાયેલા સૅનેટરી પૅડ્સના નિકાલની સમસ્યા. હવે આ વિશે જાણ્યા પછી ઉપર જણાવેલો ૧ બિલિયનનો આંકડો વરવો લાગે છે, નહીં! આ સમસ્યાની ગંભીરતા સમજી શકાય છે. દર મહિને મહિલાઓ દ્વારા આશરે ૧ બિલિયન સૅનિટરી વેસ્ટ પેદા થાય છે. ૯૦% સ્ત્રીઓ જે રેગ્યુલર પૅડ્સનો ઉપયોગ કરી રહી છે તે મુખ્યત્વે પ્લાસ્ટિકમાંથી બને છે. તેને સીધું જમીન પર કે જળાશયોના વહાવી દેવામાં આવે છે. સીધું કચરામાં ફેંકી દેવાથી ડમ્પ યાર્ડમાં કામ કરતાં લોકોને કેટલી ગંદકી અને બીમારીઓનો સામનો કરવો પડતો હશે એ સમજી શકાય છે. મોટી-મોટી કંપનીઓ જે સૅનેટરી પૅડ્સ બનાવે છે બાયોડિગ્રેડેબલ હોતાં નથી એટલે કે તેની વિઘટન પ્રક્રિયા નહિવત્ હોય છે. આ કચરામાં સતત ઉમેરો થવાથી પ્રદૂષણમાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે.
આ સમસ્યાની ગંભીરતા સમજીને ઘણા પર્યાવરણ રક્ષકોને કમર કસી છે. સ્ત્રીઓની શારીરિક સુરક્ષા સાથે પર્યાવરણની પણ સુરક્ષાને પણ મહત્ત્વ આપીને તેની જાળવણી કરવા માટે આપણા અમદાવાદમાં સ્થાપિત ‘સાથી ઇકો ઇનોવેશન' નામની સોશિયલ એન્ટરપ્રાઇઝ કંપની મેદાનમાં આવી છે.
هذه القصة مأخوذة من طبعة June 17, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 17, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!