થોડા દિવસ પહેલાં ત્રાટકેલા વાવાઝોડા ‘બિપરજોયે’ કચ્છીઓને ભૂતકાળની અન્ય અનેક તારાજી યાદ કરાવી દીધી છે. આ વાવાઝોડામાં સરકારી તંત્રની આગોતરી કામગીરીના કારણે જાનહાનિ થઈ નથી, પરંતુ મોટા પ્રમાણમાં ખેતી, બાગાયત, પશુઓ, નમક ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. દરિયો, રણ અને ડુંગરથી ઘેરાયેલા કચ્છ પ્રદેશને વારંવાર કુદરતી આફતોનો સામનો કરવો પડે છે. ભૂતકાળમાં ધરતીમાં થયેલી ઊથલપાથલના કારણે સિંધુ નદીનું વહેણ કચ્છથી દૂર થયું હતું અને જ્યાં ભરપૂર પાણીથી જ પાકતા ચોખા જેવા પાકના બદલે લોકોને પાણી માટે ટળવળવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. તો ૧૯૯૮માં આવેલા વાવાઝોડાએ હજારો લોકોના પ્રાણ લીધા હતા. ૨૦૦૧ના ભૂકંપે કચ્છને તહસનહસ કરી નાખ્યું હતું. આવી અનેક આફતો સહન કરી ચૂકેલા કચ્છીમાડુઓ દરેક વખતે ફિનિક્સ પક્ષીની જેમ ફરી ઊભા થયા છે. એટલું જ નહીં, પરંતુ જે હતા તેનાથી વધુ સફળ અને સમૃદ્ધ બન્યા છે. કચ્છીઓની આ ખુમારીના કારણે જ કચ્છ ક્યારેય હારતું નથી. ‘બિપરજોય’એ હજારો કરોડનું, ખાસ કરીને ખેતીના ક્ષેત્રમાં નુકસાન કર્યું છે, પરંતુ કચ્છ તેમાંથી સાંગોપાંગ વધુ ઉજ્જવળ થઈને બહાર આવશે જ તેવી ખાતરી તમામ કચ્છીમાડુઓના મનમાં છે.
અત્યારે સરકારી તંત્ર કચ્છમાં થયેલા નુકસાનીનો ચોક્કસ આંકડો મેળવવામાં વ્યસ્ત છે, પરંતુ એક પ્રાથમિક અંદાજ કહે છે કે બધું મળીને કચ્છને પાંચેક હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે. બાગાયતી ખેતીને સૌથી વધુ નુકસાન થયું છે. આંબા અને ખારેકના પાકને નુકસાન થયું જ છે, પરંતુ વૃક્ષોને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં તો વર્ષો નીકળી જશે. ખેતીના અન્ય પાકોમાં કપાસનું મોટા પાયે વાવેતર થયું હતું. તે તમામ ધોવાઈ ગયું છે. મીઠા ઉદ્યોગને ભારે નુકસાન થયું છે, તૈયાર મીઠું ધોવાયું છે, પાળા ધોવાયા છે અને સિઝન ટૂંકી થઈ છે. તેવી જ રીતે મોટી-મોટી મશીનરી ધરાવતા ઉદ્યોગોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કચ્છમાં જે વૃક્ષો વર્ષોથી પોતાની શીળી છાંયા લોકોને આપતાં હતાં તેવા સેંકડો વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે. પશુપાલન કચ્છનો મહત્ત્વનો વ્યવસાય છે. સેંકડો પશુઓ વાવાઝોડાના કારણે મોતના મુખમાં હોમાયા છે. આથી પશુપાલકોને પણ મોટી ખોટ ગઈ છે.
هذه القصة مأخوذة من طبعة July 08, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 08, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.
ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક
ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય