જીએસટી કાઉન્સિલે ૧૧ જુલાઈએ ઓનલાઇન ગેમિંગ, કસીનો અને હોર્સ રેસિંગ પર સમાન રીતે ૨૮ ટકા જીએસટી વસૂલ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે જોકે એવી સ્પષ્ટતા કરી છે કે તેનો ઉદ્દેશ ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગને નુકસાન પહોંચાડવાનો નથી. આમ છતાં ઓનલાઇન ગેમિંગ કંપનીઓ તેનાથી સાવધ થઈ ગઈ છે. કંપનીઓના ધીમા વિરોધના સૂર વચ્ચે આ ટૅક્સ સામે કાનૂની લડાઈની તૈયારીઓ કંપની કરી રહી છે.
કસીનોમાં ચીપ્સની ખરીદ કિંમત પર, હોર્સ રેસિંગમાં ખેલાડીએ લગાવેલી સંપૂર્ણ રકમ પર અને ઓનલાઇન ગેમિંગમાં ખેલાડીએ દાવ પર મૂકેલી સંપૂર્ણ રકમ પર આ ટૅક્સ લાગશે. સરકાર આ કરવેરાની જોગવાઈના અમલ માટે જીએસટી સંબંધી કાનૂનમાં સુધારો કરશે. અત્યારે લોટરી વગેરેમાં તે અમલી છે. હવે તેમાં ઓનલાઇન ગેમિંગ વગેરેનો સમાવેશ કરાશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક રાજ્યોના નાણાપ્રધાનોએ ખાસ કરીને બાળકોમાં વધતાં જતાં ઓનલાઇન ગેમિંગના વ્યસન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નિર્મલા સિતારામને સ્પષ્ટ કર્યું છે કે ઉદ્યોગને ખતમ કરવાનો અમારો ઇરાદો નથી. નૈતિકતાના ધોરણે ચર્ચા થઈ હતી અને આ રમતોને પ્રોત્સાહન પણ ન મળવું જોઈએ એવું વિચારાયું હતું. આ નિર્ણયમાં તમામ રાજ્યોના નાણાપ્રધાનો સહભાગી છે.
ઓનલાઇન ગેમિંગ, કસીનો વગેરે અંગે વિચારણા કરવામાં પ્રધાનોના એક જૂથની રચના કરવામાં આવી હતી. તેનો અહેવાલ જૂન ૨૦૨૨માં આવ્યો હતો. આ જૂથે ૨૮ ટકા જીએસટીની ભલામણ કરી હતી. ગેમ ઑફ સ્કિલ કે ચાન્સ જેવી પ્રવૃત્તિ માટે કોઈ ભેદભાવ રાખવામાં ન આવે એવી ચર્ચા થઈ હતી. ગોવા સરકારની કેટલીક રજૂઆત પછી આ રિપોર્ટની સમીક્ષા કરવાનો નિર્ણય કરાયો હતો. એ પછી ગત વર્ષે જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બરમાં પ્રધાનોના જૂથની ત્રણ બેઠકો યોજાઈ હતી. આમ પુખ્ત વિચારણાને અંતે આ નિર્ણય લેવાયો હોવાનું સરકારનું કહેવું છે. ઓનલાઇન ગેમિંગ કંપનીઓના સંચાલકોએ સરકારના નિર્ણયને અત્યંત કમનસીબ ગણાવ્યો છે. કેટલાકે આ કરભારણથી ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગનું ધોવાણ થઈ જશે અને અસંખ્ય લોકો બેકાર બની જશે એવી દહેશત વ્યક્ત કરી છે. જોકે આ પ્રત્યાઘાત અતિશયોક્તિપૂર્ણ હોવાનું માનવામાં આવે છે. વાસ્તવમાં આટલી તીવ્ર અસર થવાની શક્યતા નથી.
هذه القصة مأخوذة من طبعة July 29, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 29, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!