કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN|Abhiyaan Magazine 11/05/2024
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
સુચિતા બોઘાણી કનર
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

કચ્છની ઐતિહાસિક વિરાસતો લોકોમાં આકર્ષણ ઊભું કરે છે. તેમાં પણ ઓછી ઊંચાઈના ડુંગરો ધરાવતા કચ્છમાં સેંકડો વર્ષોથી રાજાઓએ કિલ્લાઓ બંધાવ્યા છે. તે પહેલાં પણ સિંધુ સંસ્કૃતિના અવશેષો કચ્છમાં જ્યાં જ્યાંથી મળે છે, ત્યાં ત્યાં કિલ્લા હોવાના પુરાવા પણ પ્રાપ્ત થાય છે. આજે પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતું કચ્છ રાજાશાહી જમાનામાં પણ સિંધ જેવા દુશ્મન રાજ્યની ખૂબ જ નજીક હતું. તેથી જ પોતાના રાજ્યની, નગરોની અને પ્રજાની રક્ષા કરવા માટે કચ્છના રાજવીઓએ કિલ્લાઓ બાંધવાને મહત્ત્વ આપ્યું હતું. કચ્છમાં વિશેષતઃ જમીન ઉપરના કિલ્લાઓ વધુ જોવા મળે છે. ડુંગર ઉપર પણ અમુક જગ્યાએ કિલ્લાઓ બનાવાયા છે. કચ્છમાં ૩૦૦થી વધુ કિલ્લાઓ છે. રાજસ્થાનની માફક જો આ કિલ્લાઓની જાળવણી થાય, પ્રવાસીઓ માટે સુવિધા વિકસાવાય તો પ્રવાસનની દૃષ્ટિએ નવું આકર્ષણ ઊભું થઈ શકે તેમ છે.

માનવ જ્યારથી સમજણો થયો, પરિવારમાં રહેતો થયો ત્યારે ટાઢ, તડકા વરસાદથી બચવા ઘર બનાવ્યાં, પોતાની ટોળીના તાકાતવાન વ્યક્તિને તેણે મુખી તરીકે સ્વીકાર્યો. આ મુખીએ પોતાની ટોળીના રહેઠાણો માટે ગામ બનાવ્યાં અને ગામના રક્ષણ માટે કિલ્લાઓ બનાવવાનું શરૂ કર્યું હોવાનું મનાય છે. કચ્છમાં કિલ્લાઓ શત્રુથી બચવા માટે બનાવાયા હતા. રાજાશાહી જમાનામાં સિંધ પ્રાંતના ખોસા લોકો ખૂબ લૂંટફાટ કરતા હતા. આ લોકો આસપાસના ગામમાં જઈને ઊંટ, ગાય, બકરી, ઘેટાં જેવું પશુધન લૂંટી અને ગામ સળગાવીને જતા હતા. તેનાથી રક્ષણ કરવા માટે પણ કિલ્લા કે ગઢ ખૂબ ઉપયોગી થતા હતા. સરહદી વિસ્તાર નજીકના અબડાસા તાલુકામાં તો દર ૫-૬ કિ.મી.ના અંતરે કિલ્લા જોવા મળે છે. દેશનાં અન્ય રાજ્યોના કિલ્લાની સરખામણીમાં કચ્છના કિલ્લાઓ નાના અને સાદા ગણાય છે, પરંતુ આ કિલ્લાઓ બહારી હુમલા સામે ભારે ટક્કર ઝીલીને અભેદ્ય રહ્યા હતા.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 11/05/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 11/05/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?

time-read
1 min  |
Abhiyaan Magazine 23/11/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

કચરાનો ડબ્બો

time-read
3 mins  |
Abhiyaan Magazine 23/11/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/11/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/11/2024
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
ABHIYAAN

અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ

અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/11/2024
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
ABHIYAAN

કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે

કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.

time-read
6 mins  |
Abhiyaan Magazine 23/11/2024
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
ABHIYAAN

વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે

બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/11/2024
મુકામ મુંબઈ
ABHIYAAN

મુકામ મુંબઈ

મહારાષ્ટ્રના મતદારોનો ઝુકાવ કઈ તરફ?

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/11/2024
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ABHIYAAN

ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો

ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/11/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?

time-read
1 min  |
Abhiyaan Magazine 23/11/2024