લોકશાહીમાં સાચી સ્વતંત્રતા ત્યારે અનુભવાય, જ્યારે દેશનો કોઈ પણ નાગરિક નિર્ભય બનીને પોતાના વિચારો વ્યક્ત કરી શકે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે લોકશાહી દેશમાં યોજાતી ચૂંટણીઓ મુક્ત અને નિષ્પક્ષ રીતે યોજાતી રહે. આ અર્થમાં જોઈએ તો ન્યાયયુક્ત વ્યવસ્થામાં નાગરિકોના અધિકારોના રક્ષણ માટે સર્વોચ્ચ અદાલત કરતાં પણ ભારતના ચૂંટણી પંચની ભૂમિકા પહેલા આવે છે. આપણા બંધારણમાં આવી વ્યવસ્થા વિચારવામાં જરૂર આવી છે, પરંતુ શું વાસ્તવમાં આવું થઈ રહ્યું છે ખરું? આપણે ૧૮મી લોકસભાને ચૂંટવા જઈ રહ્યા છીએ, ત્યારે દેશના એક પણ નાગરિકને પ્રમાણિકતાપૂર્વક એવું લાગતું હશે ખરું કે હાલ જે રીતે ચૂંટણીનું તંત્ર ચાલી રહ્યું છે, તે તેની ફરજ અનુસાર કાર્યરત છે?
ચૂંટણી પંચ સામેના ગંભીર સવાલોઃ
આજ સુધી મતદાન પછી જાહેર કરાતા આંકડાઓમાં ચૂંટણી પંચનું ક્યારેય જોવા ન મળ્યું હોય તેવું વર્તન આ વખતે જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં લોકસભાની કુલ ચાર તબક્કાની ચૂંટણીમાં ૩૭૯ બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને ચારેય તબક્કાની ચૂંટણીના મતદાનના આંકડાઓમાં વિવાદ થયો છે. સામાન્ય રીતે મતદાન પૂર્ણ થાય કે તરત જ ચૂંટણી પંચ દ્વારા કુલ મતદાનના આંકડાઓ જાહેર કરાતા હોય છે અને ફાઇનલ આંકડાઓ મોટા ભાગે બીજા દિવસે સવારે જ જાહેર કરી દેવાતા હોય છે. આ રસમ દાયકાઓથી ચાલી રહી છે અને આંકડાઓ વિશે કોઈ વિવાદ ક્યારેય સાંભળવા મળ્યો નથી. આ વખતે પ્રથમવાર એવું બની રહ્યું છે કે ચૂંટણી પંચ સાંજે જે આંકડાઓ રજૂ કરે અને ફાઇનલ આંકડાઓ જે અપાય છે તેમાં ખાસ્સા ૬ થી ૭ ટકાનો વધારો જોવા મળે છે! આના કારણે દેશભરમાં ચૂંટણી પંચની કટિબદ્ધતા અને કાર્યદક્ષતા સામે શંકા વ્યક્ત થઈ રહી છે.
هذه القصة مأخوذة من طبعة June 01, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 01, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?
વિઝા વિમર્શ,
કચરાનો ડબ્બો
બિજ-થિંગ
રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ
ફેમિલી ઝોન ફેશન
ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.
મુકામ મુંબઈ
મહારાષ્ટ્રના મતદારોનો ઝુકાવ કઈ તરફ?
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?