ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઊંચા પરિણામનો સંકેત શું?
ABHIYAAN|June 01, 2024
૨૦૨૧માં ધોરણ દસમાં માસ પ્રમોશન આપ્યા પછી ધોરણ અગિયારમાં એડ્મિશન માટે બહુ કપરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. શું આ વર્ષે ફરી એક વખત એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય? પ્રાથમિક અંદાજ પ્રમાણે ગુજરાતમાં ધોરણ અગિયારમાં નવા ૫૦૦ વર્ગખંડો અને ઓછામાં ઓછા ૧,૨૦૦ શિક્ષકોની જરૂરિયાત ઊભી થશે. અત્યારે પણ ગુજરાતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિષ્ણાત શિક્ષકોની ઘટ છે તેવા સંજોગોમાં ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ નિષ્ણાત શિક્ષકોની ભરતી કરી શકશે?
જયેશ શાહ
ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઊંચા પરિણામનો સંકેત શું?

ધોરણ દસ અને ધોરણ બારની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ ૨૦૨૪માં લેવામાં આવેલી બોર્ડની પરીક્ષાનાં પરિણામ આવી ગયાં છે. આ વર્ષે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનાં પરિણામોમાં અસામાન્ય વધારો જોવા મળ્યો છે. પરિણામની ટકાવારી અચાનક રીતે આટલી બધી વધેલી જોઈને ગુજરાતના શિક્ષણશાસ્ત્રીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શિક્ષણ ક્ષેત્રે સતત ચિંતિત એવો વિદ્વાન વર્ગ હવે એવું ચોક્કસપણે વિચાર કરતો થયો છે કે ગુજરાતમાં બોર્ડની પરીક્ષાના પરિણામ પર પણ હવે શિક્ષણ ક્ષેત્ર પર કોઈની બૂરી નજર તો નથી પડી ને.

ધોરણ દસની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ ૨૦૨૪માં લેવામાં આવેલી બોર્ડની પરીક્ષાઓનાં પરિણામોના વિશ્લેષણમાં ચોંકાવનારાં તથ્યો ઉજાગર થયાં છે. ગુજરાતમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષાના પરિણામની ટકાવારી છેલ્લાં પંદર વર્ષમાં સરેરાશ ૬૫% રહી છે. સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ – એમ બે અલગ કર્યા પહેલાંની સરેરાશ તો માત્ર ૫૫% જ હતી. અચાનક માર્ચ ૨૦૨૪માં લેવાયેલી ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું પરિણામ ૮૨.૫% આવ્યું. છેલ્લાં પંદર વર્ષની સરેરાશ કરતાં ૧૭% વધારે આવ્યું છે.

વર્ષ ૨૦૧૦થી ૨૦૨૩ દરમિયાન (માર્ચ ૨૦૨૧માં કોરોનાના કારણે માસ પ્રમોશન આપેલ હતું તે સિવાય) ૧,૧૧,૭૬,૪૨૪ એટલે કે લગભગ ૧.૧૨ કરોડ વિદ્યાર્થીઓ ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં હાજર રહ્યા હતા. એમાંથી ૩૯,૩૮,૭૪૮ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. એટલે કે સરેરાશ ૩૫% વિદ્યાર્થીઓ દર વર્ષે નાપાસ થઈ રહ્યા હતા. ૨૦૧૦થી ૨૦૨૩ દરમિયાન દર વર્ષે સરેરાશ ૩,૦૨,૯૮૧ વિદ્યાર્થીઓ નાપાસ થઈ રહ્યા હતા. માર્ચ ૨૦૨૪માં માત્ર ૧,૨૨,૦૧૨ વિદ્યાર્થીઓ જ નાપાસ થયા છે. અચાનક નાપાસ થવાની સરેરાશ ૩૫%થી ઘટીને માત્ર ૧૭% થઈ જાય તો એ આપોઆપ શંકા પ્રેરે એમાં કોઈ નવાઈ ન કહેવાય.

هذه القصة مأخوذة من طبعة June 01, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 01, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ.
ABHIYAAN

વિઝા વિમર્શ.

અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં ભણવા જશો?

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/02/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

ઇમર્જન્સી : લક્ષ્યવેધ વિનાની ફિલ્મ

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ
ABHIYAAN

સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ

ઈસાઈ મિશનરીઓનાં સેવા કાર્યોથી આપણે અભિભૂત થતા રહ્યા છીએ અને એ સાથે આપણા મનમાં એક પ્રશ્ન થતો રહ્યો છે કે આપણી ધાર્મિક-આધ્યાત્મિક સંસ્થાઓ, મઠ-મંદિરોનાં અઢળક ભંડોળ છતાં તેઓ કેમ સેવા કાર્યો કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તર રૂપે અમદાવાદમાં યોજાઈ ગયેલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં પ્રસ્તુત થયેલ તથ્યો આપણો પ્રશ્ન નિરર્થક બનાવી દે એટલાં વ્યાપક સેવા કાર્યો ચાલી રહ્યાં છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
વામા-વિશ્વ બ્યુટી
ABHIYAAN

વામા-વિશ્વ બ્યુટી

હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

કલાનું ધામ, કલાકારોનું ગામ :રઘુરાજપુર

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/02/2025
લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે
ABHIYAAN

લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે

કચ્છમાં મુસ્લિમ અને દલિત જ્ઞાતિઓમાં કચ્છી ભાષામાં લગ્નગીતો ગવાય છે, જ્યારે અન્ય જ્ઞાતિઓમાં ગુજરાતી અને કચ્છી બંને ભાષામાં લગ્નગીતો ગાવાનો મહિમા છે.

time-read
6 mins  |
Abhiyaan Magazine 08/02/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ગોમતીના કિનારે, જૌનપુર

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/02/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ગટ ફીલિંગ : પેટને અને દિમાગને સંબંધ છે

time-read
9 mins  |
Abhiyaan Magazine 08/02/2025
વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે
ABHIYAAN

વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે

નવ ગતિ નવ લય તાલ છંદ નવ, નવલ કંઠ નવ, જલદ મંદ્ર રવ નવ નભ કે નવ વિહંગ વૃંદ કો, નવ પર નવ સ્વર દે! વર દે, વીણાવાદિની વર દે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

ડ્રેક્યુલા, રક્તપિપાસા અને યૌવનની લાલસા

time-read
4 mins  |
Abhiyaan Magazine 08/02/2025