
આપણું હિન્દુસ્તાન પર્વતો, જંગલો, નદીઓ અને પ્રયાગોની પવિત્ર ભૂમિ છે. એમાં પણ નદીઓ અને તેનાં સંગમ સ્થળો તો મન-હૃદયને ટાઢક આપતાં એવાં થાનકો છે, જેને આપણે પૂજીએ છીએ અને તેના વહેતા જળમાં ડૂબકીઓ લગાવી પવિત્ર પણ થઈએ છીએ.
બિહારના હાજીપુરમાં ગંગા અને ગંડકીનો સંગમ, કર્ણાટકના ફૂડલીમાં તુંગા અને ભદ્રાનો સંગમ, છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ભદ્રકાલીમાં ગોદાવરી અને ઇન્દ્રાવતીનો સંગમ અને ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં અલકનંદાનો પિંડાર, મંદાકિની અને ભાગીરથી સાથેનો સંગમ આપણા સૌના મનગમતા પંચપ્રયાગનો સંગમ છે.
આ પંચપ્રયાગમાં વળી એકલી અલકનંદા પાંચ જુદાં-જુદાં સ્થળો પર પાંચ જુદી-જુદી નદીઓને મળે છે, જેમાં દેવપ્રયાગમાં તે ભાગીરથીને મળે છે. રુદ્રપ્રયાગમાં તે મંદાકિનીને મળે છે. કર્ણપ્રયાગમાં તે પિંડારને મળે છે. નંદપ્રયાગમાં તે નંદાકિનીને મળે છે અને વિષ્ણુપ્રયાગમાં તે ધૌલીગંગાને મળે છે અને આ બધા મિલન આપણા પંચપ્રયાગના પવિત્ર સંગમો હોવા ઉપરાંત પંચપ્રયાગ યાત્રા પણ છે, જે નદીના કિનારે અને ઘાટે બે નદીઓના સંગમના ખળખળ વહેતાં નયનરમ્ય દશ્યો સાથે આપણી અંદર સમાય છે અને આપણને શુદ્ધ અને પવિત્ર પણ કરે છે.
આ પંચપ્રયાગમાં ઋષિકેશથી ઉપર જતાં સૌ પ્રથમ આવતું દેવપ્રયાગ ઋષિકેશથી માત્ર ૭૦ કિલોમીટર દૂર રહેલા ટિહરી ગઢવાલનું ૨,૭૨૩ ફૂટ ઊંચું ગામ છે. સતોપંથ અને ભાગીરથી હિમનદીઓથી નીકળીને અલકાનંદા છેક અહીં પહોંચે છે અને ભાગીરથીને મળે છે. બીજી તરફ ગંગોત્રી ગ્લેશિયરના ચરણે રહેલા ગૌમુખથી યાત્રા કરતી-કરતી ભાગીરથી પ્રથમ ગંગોત્રી આવે છે અને ગંગોત્રીથી ભૈરવઘાટી, હરસિલ, ઉત્તરકાશી, ટિહરી થઈને દેવપ્રયાગ આવે છે ત્યારે તેનું અલકાનંદા સાથેનું મિલન ગંગામાં સ્વરૂપાય છે અને ગંગાના જન્મ સ્થાનનું આ સ્વરૂપ તેના ઘાટે બેસવા જેટલું નિર્મળ અને નયનરમ્ય પણ છે, કારણ કે બંને નદીઓના જુદાં- જુદાં જળ - રંગના આ જલસાનો ઓવર વ્યૂ અસામાન્ય ઓળખ લઈને આખાય દેવપ્રયાગમાં છવાયેલો જોવા મળે છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 22/06/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 22/06/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول

નીરખને ગગનમાં....
'FAST FASHION ના ભભકા ભારે

કવર સ્ટોરી
વિવિધ ઉત્સવો થકી વડનગર બની રહ્યું છે, સાંસ્કૃતિક ધામ

પ્રવાસન
સંત કવિ રૈદાસ અને તેમનું જન્મ સ્થળી મંદિર, વારાણસી

રણવીરકાંડઃ યુ-ટ્યૂબ જગતમાં ખળભળાટ
લગભગ તમામ વીડિયો/સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક વગેરે સેંકડો લોકોનું ધ્યાન ખેંચી એમના માનસને પ્રભાવિત કરવાનું શક્તિશાળી ચાલક બળ બન્યા છે, ત્યારે સરકારની જવાબદારી બને છે કે અસત્ય ઉચ્ચારી કુપ્રચાર કરનારા, ઘૃણા ઉપજાવે એવા વલ્ગર સામગ્રી પીરસતાં વાંધાજનક પ્લેટફોર્મ્સ અને સંબંધિત વ્યક્તિઓની પ્રવૃત્તિઓને કાયદાના દાયરામાં લઈ આવે.

વિશ્લેષણ
ટ્રમ્પનાં તરંગી ફરમાનોથી દુનિયા દંગ, ભારત પણ તંગ!

શિવના નટરાજ સ્વરૂપનો મહિમા
મહાશિવરાત્રિ આપણા તમામ ધાર્મિક પર્વોમાં અનોખા પ્રકારનું પર્વ છે.

નવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
દિલ્હીની સરકાર પર કેન્દ્રની 'વૉચ' રહેશે

વિઝા વિમર્શ
રૂપિયાના ડોલર કરવા છે?

સાંબેલાના સૂર
‘વેલેન્ટાઇન ડે'ની પોલિટિક્સ ઇફેક્ટ!

આંસ્કર ૨૦૨૫: ..ચર્ચા છે
‘ધ સબસ્ટન્સ’, ‘અનોરા’, ‘એમિલી પેરેઝ’ અને ‘ધ બ્રુટાલિસ્ટ’ની!