ક્યારે બનશે માંડવીનું મરિન ઇન્ટરપ્રિટેશન સેન્ટર?
ABHIYAAN|Abhiyaan Magazine 13/07/2024
કચ્છના દરિયામાં જોવા મળતી પ્રાણી અને વનસ્પતિસૃષ્ટિ લોકોને આકર્ષે છે. અત્યારે સામાન્ય માણસોને કોઈ એક જ જગ્યાએ દરિયાઈ જીવસૃષ્ટિ વિશે જાણવા મળતું નથી. પ્રવાસીઓને આકર્ષી શકાય, લોકોને દરિયાઈ જીવસૃષ્ટિથી પરિચિત કરાવી શકાય તેવા હેતુથી ગુજરાત ઇકોલૉજિકલ કમિશનની ગ્રાન્ટમાંથી વન વિભાગ દ્વારા માંડવીના દરિયા નજીક મરિન ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવવાનું આયોજન કરાયું હતું. આ માટે લગભગ અઢી કરોડના ખર્ચે સાતેક વર્ષ પહેલાં મોટું મકાન બનાવાયું હતું, પરંતુ માળખાકીય સુવિધા વિકસાવવા માટે ગ્રાન્ટ ન ફાળવાતાં બિલ્ડિંગની અંદર કોઈ પણ નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા નથી. જો પૂરતી ગ્રાન્ટ ફાળવાય તો આ સૂચિત ઇન્ટરપ્રિટેશન સેન્ટર લોકોને કચ્છના અને કચ્છના અખાતના દરિયાઈ જીવો, ચેરિયા, સીવીડ, પરવાળા ખડકો વગેરે વિશે આધુનિક રીતે માહિતી પૂરી પાડી શકે.
સુચિતા બોઘાણી કનર
ક્યારે બનશે માંડવીનું મરિન ઇન્ટરપ્રિટેશન સેન્ટર?

છેલ્લા બે- અઢી દાયકાથી કચ્છમાં પ્રવાસન એક ઉદ્યોગ તરીકે સારી રીતે વિકસી રહ્યું છે. પ્રવાસીઓને અહીંનો દરિયો, સફેદ રણ અને કાળો ડુંગર જેવા ડુંગરો આકર્ષે છે. સાથે-સાથે મહેલો, પ્રાચીન સ્થાપત્યો અને મ્યુઝિયમો જોવા પણ લોકોનાં ધાડેધાડાં ઊમટે છે. પરંપરાગત ભરતકામ અને બાંધણી જેવી કલા પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. સાથે-સાથે નવા બનેલાં આકર્ષણો જેવા કે ભુજનું સ્મૃતિવન કે અંજારનું બાળશહીદ સ્મારક પણ લોકોને પોતાની તરફ આવવા પ્રેરે છે, પરંતુ જો પ્રવાસનને વધુ ફાયદાકારક બનાવવું હોય તો વધુ ને વધુ લોકો કચ્છની મુલાકાત લે તે જરૂરી છે, તે માટે જરૂરી છે, નવાં નવાં આકર્ષણોની. કચ્છનો દરિયા કિનારો અને તેની જીવસૃષ્ટિ આવું જ નવું, લોભામણું આકર્ષણ પ્રવાસીઓ માટે બની શકે તેમ છે. આથી જ ગુજરાત ઇકોલૉજી કમિશન દ્વારા માંડવીના દરિયા કિનારાની નજીક દરિયાઈ જીવસૃષ્ટિને લોકો જાણી શકે, સમજી શકે અને માણી શકે તે હેતુથી મરિન ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. પ્રોજેક્ટ તો સાતેક વર્ષ જૂનો હોવા છતાં અત્યાર સુધી માત્ર તેનું બિલ્ડિંગ બની શક્યું છે. અંદરની સુવિધાઓ વિકસાવવા, વિવિધ નમૂનાઓ પ્રદર્શિત કરવાનું કામ નાણાંના અભાવે થઈ શક્યું નથી. હવે વન વિભાગ આ કામ માટે દરખાસ્ત બનાવીને ગુજરાત ઇકોલૉજી કમિશનને મોકલવા વિચારે છે. બનતી ત્વરાએ દરખાસ્ત બનાવાય, તે મોકલાય, મંજૂર થાય અને તેના માટે પૂરતાં નાણાંની ફાળવણી થાય, વહેલી તકે કામ શરૂ થાય અને સારી ગુણવત્તા સાથે તે કામ પૂરું થાય તે જરૂરી છે.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 13/07/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 13/07/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પ-ઝેલેન્સ્કીના ઉગ્ર સંવાદ પછી વૈશ્વિક પરિદૃશ્ય કઈ દિશામાં?

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/03/2025
સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર
ABHIYAAN

સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર

આપણા દેશમાં સ્રી અને પુરુષ વચ્ચેની વિષમતા હંમેશ જોવા મળે છે.

time-read
9 mins  |
Abhiyaan Magazine 15/03/2025
સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?
ABHIYAAN

સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?

મહિલા દિન વિશેષ

time-read
4 mins  |
Abhiyaan Magazine 15/03/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

એમેલિયા પેરેઝ : જેન્ડરની જંજાળ, કળામાં કકળાટ

time-read
4 mins  |
Abhiyaan Magazine 08/02/2025
આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય
ABHIYAAN

આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય

જે મારી બંસરી ધિક્કારતા એ માણવા લાગ્યા, સુદર્શન હાથમાં લીધા પછીનો ફર્ક તો જુઓ.

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
સંદર્ભ
ABHIYAAN

સંદર્ભ

કેજરીવાલના કેગના રિપોર્ટમાં શરાબ કૌભાંડની કહાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/02/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શીખવિરોધી હિંસામાં સજ્જન કુમારને બીજી વખત આજીવન કારાવાસ

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ
ABHIYAAN

માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ

ગાંડા બાવળના કારણે પૂરતું ઘાસ ઊગતું નથી

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/02/2025
રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ
ABHIYAAN

રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ

કેટલીક વાતો કહેવી પડે છે, શક્ય તેટલા ઊંચા અવાજે, વારંવાર કહેવી પડે છે. ન સંભળાય ત્યાં સુધી, ન સમજાય ત્યાં સુધી કહેવી પડે છે.

time-read
6 mins  |
Abhiyaan Magazine 08/02/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શરાબ નીતિ અંગે કેગનો રિપોર્ટ કેજરીવાલની મુશ્કેલી વધારશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025