અસદુલ્લા ખાન ગાલિબનો આ વિખ્યાત શેર છે. કાશ આમ થયું હોત તો? જો ઘટના આમ નહીં, પણ તેમ બની હોત તો? ઇત્યાદિ તરેહની ધારણા કે સંભાવનાઓ માટે ‘યૂં હોતા તો ક્યા હોતા’ મિસરા એક કહેવતની કક્ષાએ પહોંચી ગયો છે. નજીકના અતીત કે દૂરના ઇતિહાસની ઘટનાઓનું મૂલ્યાંકન કરતી વેળાએ પણ પ્રબુદ્ધ મનુષ્યો એવો પ્રશ્ન પૂછે કે, જો આમ નહીં, પણ તેમ થયું હોત તો ભવિષ્ય કે વર્તમાન કેવા હોત? ૧૫ ઑગસ્ટ હમણાં ગઈ. ઘણાને ફરી ફરી આવા વિચારો આવતા હશેઃ બ્રિટિશ સત્તાએ ભારતમાંથી વિદાય લીધી ન હોત તો? સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં આઝાદ હિન્દ ફૌજે વિજયી બની ભારતનું સુકાન સંભાળ્યું હોત તો? ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને ભારતમાં સમાવ્યું હોત તો? સરદાર પ્રથમ વડાપ્રધાન બન્યા હોત તો દેશની ઘણી સમસ્યાઓ ઊગતા પહેલાં મૂળમાંથી જ નાશ પામી હોત એ અંગે પણ સૌએ જાણ્યું-સાંભળ્યું છે. કથાસાહિત્યનો એક પ્રકાર છે, ‘ઑલ્ટર્નેટ ઑલ્ટર્નેટિવ હિસ્ટ્રી’ યાને વૈકલ્પિક ઇતિહાસ. અગત્યની ઘટનાઓના સીમાચિહ્નરૂપ અંતને બદલે, ‘યૂં હોતા તો ક્યા હોતા’ને અનુસરી બીજા કોઈ પ્રકારનો અંત વિચારીને કથાને આકાર આપવાથી વૈકલ્પિક ઇતિહાસનો સાહિત્ય પ્રકાર સર્જાય છે.
ભારતના ગુલામ બનવાની પ્રક્રિયાનું બીજ ક્યાં રોપાયેલું એની વાત ઇતિહાસકારો માંડે ત્યારે એક ઘટનાનો ઉલ્લેખ અચૂક કરે. આજનું ઇસ્તંબૂલ અને અતીતનું કૉન્ટિનોપલ શહેર ૧૪૫૩માં પતન પામી, એને કબજે કરનાર ઑટૉમન યાને તુર્કી સામ્રાજ્યનું પાટનગર બન્યું. એ શહેર ત્યારે યુરોપ અને એશિયા વચ્ચેના રેશમ, મસાલા વગેરેના જમીન માર્ગે થતાં વેપારનું મહત્ત્વનું કેન્દ્ર હતું. ત્યાંની સત્તા પલટાયા બાદ આ માર્ગ યુરોપિયન વેપારીઓ માટે પ્રતિકૂળ બન્યો. એમણે ભારત પહોંચવા જળમાર્ગ શોધવાની ફરજ પડી. પછી ઍન્ટ્રી થઈ વાસ્કો દ’ગામા, ઇસ્ટ ઇન્ડિયા કંપની અને ભારતીય ઉપખંડમાં અંગ્રેજી શાસનની. જો તુર્કીઓએ કૉન્સ્ટેન્ટિનોપલ જીત્યું ન હોત અને એ શહેર પર રોમન સામ્રાજ્યના શેષ ભાગ સરીખા બાઇઍન્ટિયમ સામ્રાજ્યનું આધિપત્ય જળવાઈ રહેત, તો યુરોપ અને ભારતીય ઉપખંડનો વેપાર ભૂમાર્ગે ચાલ્યા કરત, જળમાર્ગ શોધવાની જફામાં એ લોકો પડ્યા ના હોત અને શક્ય છે કે આપણો દેશ ગુલામ પણ ના બન્યો હોત.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 07/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 07/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?