દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
ABHIYAAN|Abhiyaan Magazine 21/09/2024
પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.
સુચિતા બોઘાણી કનર
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે

કચ્છના માંડવીમાં બનતાં વહાણો ‘ધાવ’ નામે ઓળખાય છે. આજે પણ આ વહાણો દરિયો ખેડે છે, પરંતુ બહુ મર્યાદિત માત્રામાં. જમાના અગાઉ આ નાનાં વહાણો થકી જ કચ્છી વહાણવટાએ પૂર્વ આફ્રિકા, ગલ્ફના દેશોમાં પોતાનો વાવટો ખોડ્યો હતો. જોકે મોટા મોટા કન્ટેનર શિપ્સના જમાનામાં તેનો ઉપયોગ ઘણો ઘટ્યો છે. કંડલાથી કોચીન કે વિશાખાપટ્ટનમ જેવા બંદરોએ આ નાનાં વહાણો સહેલાઈથી નાના જથ્થામાં માલસામાન લઈ જઈ શકે છે. તેના કારણે સમયમાં બચત થાય છે, ખર્ચ ઘટે છે. પરંતુ અત્યાર સુધી કચ્છનાં મહાબંદરો ઉપર આવાં દેશી વહાણોને લાંગરવાની મંજૂરી ન હતી, પરંતુ થોડા સમય પહેલાં મુન્દ્રા અદાણી બંદર ખાતે અને હવે કંડલા બંદરે આ મંજૂરી આપવામાં આવતા દેશી વહાણવટાના નવા યુગનો આરંભ થશે તેવું લાગી રહ્યું છે. આજે મૃતઃપ્રાય લાગતા દેશી જહાજ બનાવવાના વ્યવસાયમાં પ્રાણ તો ફૂંકાશે જ, સાથે-સાથે અન્ય નવી રોજગારીનું પણ નિર્માણ થશે તેવું નિષ્ણાતો માને છે. બંદરો પરથી થતી આયાત-નિકાસ વધશે, બંદરોની આવકમાં પણ વધારો થશે, નાના અને મધ્યમ કદના આયાત નિકાસકારોને લાભ પણ મળી શકશે.

ગાંધીધામ ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ મહેશ પૂજ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘દેશી વહાણો ૫૦૦થી ૨૦૦૦ ટનની ક્ષમતા ધરાવતાં હોય છે. આ જહાજોને કંડલા પોર્ટની કાર્ગો જેટી ઉપર નિયુક્ત જગ્યાની ફાળવણી કરવામાં આવતાં દેશી વહાણો પણ હવે આધુનિક કન્ટેનર શિપ્સની સાથે નિયમિત કાર્ગો મેળવી શકશે. આ વહાણો ખાસ કરીને દેશનાં અન્ય બંદરો ઉપર કાર્ગોની હેરફેર કરી શકશે. અત્યાર સુધી દેશનાં બંદરો ઉપર મોટા ભાગે રસ્તા ઉપરથી માલસામાનની હેરફેર થતી હતી, પરંતુ હવે નાનાં વહાણોના કારણે આ હેરફેર ઝડપી અને ઓછા ખર્ચે થઈ શકશે. તેના કારણે અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે. રસ્તા ઉપરના ભારે ટ્રાફિકનો પ્રશ્ન હળવો બની શકશે. એક અંદાજ મુજબ કંડલાથી દૈનિક ૬૦૦૦થી ૭૦૦૦ ટ્રકો આવેજાય છે. એક-એક ટ્રકમાં ૩૦થી ૪૦ ટન કાર્ગો હોય છે. આમ રોજનો ૨૮થી ૩૦ હજાર ટન કાર્ગોની હેરફેર થાય છે. દેશી વહાણો આવવાના કારણે ટ્રકોની સંખ્યા ઘટી જશે, ડીઝલનો વ્યય પણ ઓછો થશે. ઇકોનોમી ફાસ્ટ થશે, રોજગારી વધશે. આ વહાણો કપાસ, સ્ટીલ, મેટલ, ઘઉં, કોલસા, સોલ્ટ, એડિબલ ઓઇલ જેવી વસ્તુઓનું વહન કરે છે. એડિબલ ઓઇલ માટે ૨-૩ હજાર ટનની નાની ટેન્ક પણ બને છે અને તે ઓઇલ ઉપરાંત લિક્વિડ કાર્ગો પણ લઈ જઈ શકે છે.’

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 21/09/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 21/09/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025