કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
ABHIYAAN|Abhiyaan Magazine 23/11/2024
કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.
સુચિતા બોઘાણી કનર
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે

પશુપાલન કચ્છનો મુખ્ય વ્યવસાય હોવા છતાં ગાય કે ગૌવંશનું યોગ્ય પાલન થતું નથી. કચ્છભરમાં રખડતાં પશુઓની સમસ્યા વધી રહી છે. રોજ ઝઘડતાં આખલા કોઈને અડફેટે લે છે, ઈજાગ્રસ્ત કરે છે, ક્યારેક કોઈનો જાન પણ જાય છે. સરકાર આવાં પશુઓની રંજાડમાંથી લોકોને મુક્ત કરાવવામાં સફળ રહી નથી. આખલાઓની ઉપયોગિતા આજના યુગમાં રહી નથી તેથી તેને રખડતા છોડી મૂકવામાં આવે છે. ગૌપાલકો દોહી લીધા પછી ગાયોને રખડતી છોડી મુકે છે - એઠવાડ અને પ્લાસ્ટિક ખાવા માટે. આવાં પશુઓ અને તેમને પાળનારાઓ ઉપર ક્યારેય શિક્ષાત્મક પગલાં લેવાતાં નથી. ક્યારેક બહુ ઊહાપોહ થયા પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા રખડતાં ઢોરને પકડવાનું નાટક કરે છે, બે-ચાર પશુઓને પકડે છે, ઢોરવાડામાં પૂરે છે, પછી કોઈ પાંજરાપોળ આવાં પશુઓને સંભાળવા તૈયાર નથી, એવા બહાનાસર ઢોર પકડવાની ઝુંબેશ પડતી મુકાય છે, સમસ્યા ઠેરની ઠેર જ રહે છે. કચ્છના જીવદયાપ્રેમી આગેવાનોએ આ સમસ્યાના ઉકેલ માટે એક ઉપાય સૂચવ્યો છે. કચ્છ રાજના વખતનું ચરિયાણ માટેનું રક્ષિત જંગલ રખાલ, જે આજે વનખાતા હસ્તક છે, તેમાં આવાં રખડતાં-ધણિયાતાં અને નધણિયાતાં ઢોરને રાખવામાં આવે તો સામાન્ય લોકોની સમસ્યા મહદ્અંશે હળવી થઈ શકે તેમ છે.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 23/11/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 23/11/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ.
ABHIYAAN

વિઝા વિમર્શ.

અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં ભણવા જશો?

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/02/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

ઇમર્જન્સી : લક્ષ્યવેધ વિનાની ફિલ્મ

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ
ABHIYAAN

સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ

ઈસાઈ મિશનરીઓનાં સેવા કાર્યોથી આપણે અભિભૂત થતા રહ્યા છીએ અને એ સાથે આપણા મનમાં એક પ્રશ્ન થતો રહ્યો છે કે આપણી ધાર્મિક-આધ્યાત્મિક સંસ્થાઓ, મઠ-મંદિરોનાં અઢળક ભંડોળ છતાં તેઓ કેમ સેવા કાર્યો કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તર રૂપે અમદાવાદમાં યોજાઈ ગયેલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં પ્રસ્તુત થયેલ તથ્યો આપણો પ્રશ્ન નિરર્થક બનાવી દે એટલાં વ્યાપક સેવા કાર્યો ચાલી રહ્યાં છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
વામા-વિશ્વ બ્યુટી
ABHIYAAN

વામા-વિશ્વ બ્યુટી

હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

કલાનું ધામ, કલાકારોનું ગામ :રઘુરાજપુર

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/02/2025
લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે
ABHIYAAN

લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે

કચ્છમાં મુસ્લિમ અને દલિત જ્ઞાતિઓમાં કચ્છી ભાષામાં લગ્નગીતો ગવાય છે, જ્યારે અન્ય જ્ઞાતિઓમાં ગુજરાતી અને કચ્છી બંને ભાષામાં લગ્નગીતો ગાવાનો મહિમા છે.

time-read
6 mins  |
Abhiyaan Magazine 08/02/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ગોમતીના કિનારે, જૌનપુર

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/02/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ગટ ફીલિંગ : પેટને અને દિમાગને સંબંધ છે

time-read
9 mins  |
Abhiyaan Magazine 08/02/2025
વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે
ABHIYAAN

વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે

નવ ગતિ નવ લય તાલ છંદ નવ, નવલ કંઠ નવ, જલદ મંદ્ર રવ નવ નભ કે નવ વિહંગ વૃંદ કો, નવ પર નવ સ્વર દે! વર દે, વીણાવાદિની વર દે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

ડ્રેક્યુલા, રક્તપિપાસા અને યૌવનની લાલસા

time-read
4 mins  |
Abhiyaan Magazine 08/02/2025