વિશ્લેષણ

સંસદનું બજેટસત્ર ચાલુ છે ત્યારે દક્ષિણનાં રાજ્યોએ ફરી હિન્દી ભાષા માટેનો વિરોધ અને તેનું રાજકારણ શરૂ કર્યું છે. કેન્દ્ર સરકાર પર હિન્દી થોપવાના આરોપો સાથે ડીએમકેના સાંસદો અને તામિલનાડુમાં મુખ્યપ્રધાન સ્ટાલિને હિન્દી સામે નવો મોરચો માંડ્યો છે. સ્ટાલિન તેના આ હિન્દીવિરોધના જંગમાં દક્ષિણનાં બીજાં રાજ્યોને પણ સાથે જોડવા પ્રયત્નરત છે. ડીએમકેનો આરોપ છે કે નવી શિક્ષણનીતિ ન સ્વીકારવાના કારણે કેન્દ્ર સરકારે તેના હિસ્સાના ૨૦૦૦ કરોડ રૂપિયા બીજાં રાજ્યોને ફાળવી દીધા છે, જ્યારે કેન્દ્ર સરકારનું કહેવું એ છે કે પંજાબ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ જેવા બિન ભાજપ શાસિત રાજ્યો પણ નવી શિક્ષણ નીતિ સ્વીકારવા તૈયાર થઈ ગયા છે, ત્યારે તામિલનાડુ સરકાર નાહકનું રાજકારણ રમી રહી છે. તામિલનાડુ સરકારને ત્રણ ભાષા સ્વીકારવાની કેન્દ્રની શરત અમાન્ય છે, જેમાં પ્રાદેશિક ભાષા સાથે હિન્દી અને અંગ્રેજીને સામેલ કરાઈ છે. કેન્દ્રની ત્રણ ભાષાની ફોર્મ્યુલા ૧૯૬૮થી અમલી છે, જેમાં રાજ્યોએ શાળાઓમાં એક માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષા, એક અન્ય ભારતીય ભાષા અને એક વિદેશી ભાષા ભણાવવાની હોય છે. સ્ટાલિનને તેના રાજ્યમાં અંગ્રેજીનો પ્રભાવ વધે તેની સામે વાંધો નથી, પણ હિન્દી સામે મોટો વાંધો છે. હકીકત એ છે કે હિન્દીના વિરોધને તમિલ અસ્મિતા સાથે જોડીને સ્ટાલિન અને તેના સાથીઓ જૂની રાજરમત ફરી રમવા પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના કહેવા અનુસાર કશું બળજબરીપૂર્વક કરવાનો, અલબત્ત હિન્દી થોપવાનો તેનો ઇરાદો ભલે નથી, પરંતુ એ સવાલ તો ઊભો જ છે ને કે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે ભારતે કેમ ન સ્વીકારવી? શું આ વિચારને આઝાદીનાં ૭૫ વર્ષો પછી પણ
લટકતો ન રાખીને, તેને આપણે તેના નિર્ણાયક તબક્કે ન પહોંચાડવો જોઈએ? હિન્દી માટેના વિરોધનો ઇતિહાસ : ભારતમાં હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા સામે વિરોધ એ નવી બાબત નથી. હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે બંધારણ સભામાં પણ ચર્ચા થઈ હતી. બંધારણની કલમ ૩૪૩ હેઠળ ભારતની સત્તાવાર ભાષા દેવનાગરી લિપિમાં હિન્દી જ નક્કી થયેલી છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 29/03/2025 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 29/03/2025 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول

વિવાદ
ગુજરાતી સાહિત્ય પરિષદમાં સસ્પેન્શનનો મામલો ઉગ્ર

બિપરજોયએ કચ્છનાં બન્નીનાં મેદાનોને વધુ ફળદ્રુપ બનાવ્યાં
વાવાઝોડા સાથે વહી આવતા ફોસ્ફરસવાળી માટીના કણો ઘાસિયાં મેદાનોની ફળદ્રુપતામાં સતત વધારો કરે છે. કચ્છ યુનિવર્સિટી સંશોધકોએ બિપરજોય વાવાઝોડા વખતે કરેલા અભ્યાસ અને છેલ્લાં ૪૦ વર્ષોના ડેટાના આધારે નીકળેલું તારણ ભવિષ્યમાં ફોસ્ફરસ આધારિત ખેતીનીતિ ઘડવામાં ચાવીરૂપ નિવડવાની સંભાવના છે.

સારાન્વેષ
સ્ટારલિન્કને આવકારો આપશો કે જાકારો?

રોમમાં સ્થિત રોમન કોલોસિયમ ઉર્ફે વિશ્વનું સૌથી વિશાળ એમ્ફિ થિયેટર
ચાલો, આ ઉનાળે જોઈએ ઇટાલીની રાજધાની

વિશ્લેષણ
ન્યાયતંત્રમાં પણ સાફસૂફી જરૂરી બની છે

કવર સ્ટોરી
ડ્રગ્સની સત્તા, ડ્રગ્સનો કારોબાર

રાજકાજ
બાંગ્લાદેશમાં રાજકીય ઘટનાચક્ર ઝડપથી બદલાઈ રહ્યું છે

રાજકાજ
સીમાંકનના મુદ્દે મમતા બેનરજીનો અલગ ચોકો

શ્રદ્ધાંજલિ
જીવાતી જિંદગીના ઝબકાર ઝીલનારની વિદાય

મૃત્યુ પછીનું જીવન એટલે અંગદાન
ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ વેગ પકડી રહી છે. બ્રેઇનડૅડ વ્યક્તિના શરીરમાં મળતાં ૬ અંગોથી ૮ વ્યક્તિઓને નવજીવન મળી શકે છે. અંગદાન ચૅરિટેબલ ટ્રસ્ટના લોકજાગૃતિના પ્રયત્નોથી હજારો લોકોએ અંગદાન અંગેના શપથ લીધા છે. જીવન બચાવનારાં ૬ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થાય છે, જ્યારે કચ્છમાં બ્રેઇનડૅડ વ્યક્તિનાં અંગોને સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. કચ્છમાં પણ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધા હોવી જરૂરી છે.