સૂચિતા કપૂર: આ સર્વામિત્ર છે કિડની પેશન્ટ્સ માટે આશાનું સરનામું
Chitralekha Gujarati|July 25, 2022
ડાયાબિટીસથી પીડાતા એક પિતાની વ્યથા અને નાની ઉંમરે ‘ચિત્રલેખા’માં વાંચેલા એક લેખે ભાવનગરનાં આ મહિલાની સંવેદનાના તાર ઝણઝણાવી મૂક્યા. અત્યારે એ અનેક લોકો માટે સધિયારાનું કેન્દ્ર બન્યાં છે.
જયેશ દવે
સૂચિતા કપૂર: આ સર્વામિત્ર છે કિડની પેશન્ટ્સ માટે આશાનું સરનામું

વસવાટ અને કર્મભૂમિ ભાવનગર શહેર. મૂળ હું આ જ જિલ્લાના મહુવાના મહેતાપરિવારની. મા-બાપ બન્ને સામાજિક કાર્ય સાથે સંકળાયેલાં એટલે એ કદાચ મને વારસામાં મળ્યું હશે. ઑર્ગન ડોનેશનની વાત હંમેશાં આકર્ષતી અને એમાંય વર્ષો પહેલાં ચિત્રલેખામાં વાંચેલો એક લેખ બહુ અસર કરી ગયેલો. ઈટાલી ફરવા આવેલા એક અમેરિકન કુટુંબના એક નાના દીકરાને ત્યાંના ગુંડાઓથી ભાગતા ગોળી વાગતાં એ બ્રેન ડેડ ઘોષિત થયો અને એનાં માતા-પિતાએ ઈટાલીમાં એનાં અંગ ડોનેટ કરવાનું નક્કી કર્યું. આ ઘટનાએ ઈટાલિયન લોકોને હચમચાવી દીધા હતા. ચિત્રલેખામાં એ વિશે વાંચ્યું ત્યારથી આ દિશામાં કંઈક કરવું જોઈએ એવી ઈચ્છા પ્રબળ બની.. શું કરવું જોઈએ, કેવી રીતે થઈ શકે એ સમજ નહોતી, પરંતુ બસ, કશું કરવાની ઝંખના રહેતી. ડાયાબિટીસને કારણે કિડની કામ કરતી બંધ થઈ ગયેલી એવા અંધત્વને આરે આવીને ઊભેલા એક ગૃહસ્થ એમની દીકરીના ભણતર માટે મદદ માગવા આવ્યા. એમને જોઈ હચમચી જવાયું. એક સમયના ગામના સરપંચની આ હાલત? બસ, ત્યારથી શરૂ થઈ યાત્રા કિડનીના દરદીઓ માટે કંઈ કરી છૂટવાની..

આ વાત છે સૂચિતા કપૂરની.

જરૂરતમંદ લોકોને વિવિધ ચીજવસ્તુની સહાય, શિક્ષણ માટે સહયોગ, પક્ષીઓ માટે માળા કે પશુઓ માટે પાણીની કુંડીનું વિતરણ કરવા સહિતની અનેક પ્રવૃત્તિ સાથે એમનું નામ સંકળાયેલું છે, પરંતુ એમને સૌથી વધુ લગાવ કિડનીના દરદીઓ માટે છે એમ કહી શકાય. કિડનીના રોગની સારવાર લાંબી ચાલે અને એમાંય દરદી મોડે મોડે જાગ્યા હોય તો ઈલાજની સફળતાની શક્યતા પણ ઓછી. એને લીધે દરદીઓનું જીવન મુશ્કેલ બનતું જાય. જો કે સૂચિતાબહેન કપૂર પૂરી જહેમતથી એવા લોકોની મદદે ઊતરી પડ્યાં છે.

પ્રિયદર્શિની સાથેની વાતચીતમાં સૂચિતાબહેન કહે છેઃ

‘કિડનીના રોગથી પીડાતા દરદીઓ માટે કૅમ્પ શરૂ કરવાનો વિચાર આવ્યો એટલે મેં કે.આર. દોશી ટ્રસ્ટના અમર આચાર્ય સાથે વાત કરી. મેં એમને કહ્યું કે આ સફળતા કરતાં વધુ નાલેશી આપતું કામ છે, કોઈ બીજા જલદી નથી કરતા. સામે એમનો ટૂંકો જવાબ હતોઃ કોઈ નથી કરતું એટલે કોઈક તો કરવું રહ્યું ને. આમ ચાર વર્ષ પહેલાં કે.આર. દોશી ટ્રસ્ટ દ્વારા આ કાર્ય શરૂ થયું.’

هذه القصة مأخوذة من طبعة July 25, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة July 25, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.