સમેતશિખરજી તીર્થ આસપાસનાં ગામોના સરાકપરિવારોને શિબિર અને તીર્થયાત્રા દ્વારા સમ્યક જ્ઞાનનો અભ્યાસ.
આપણે ત્યાં જુદી જુદી સંસ્કૃતિ અને સમાજ વિશે કંઈક ને કંઈક સંશોધન થતાં રહે છે. અત્યારે બિહાર તથા ઝારખંડ જેવાં રાજ્યમાં વસતા સરાક જાતિના આદિવાસી લોકો વિશે સંશોધન થઈ રહ્યું છે. નવાઈ લાગે એવી વાત એ છે કે આ સંશોધન ગુજરાતના જૈન સંતો કરી રહ્યા છે.
વાત વિગતે જાણીએ...
જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકર થયા. એમાંના વીસેક તીર્થંકર બિહારના સમેતશિખર પર નિર્વાણ પામ્યાનું મનાય છે. આ ઉપરાંત, ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની જન્મભૂમિ અને કર્મભૂમિ પણ બિહાર હતી. આવા અજોડ પ્રભાવક પ્રસંગોના લીધે સમેતશિખર જૈનોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે.
આ પુણ્ય ભૂમિ બિહાર તથા ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળમાં સરાક જાતિના લોકો વર્ષોથી વસે છે. જાણકારો સરાકને વર્ષો અગાઉ જૈન ધર્મથી વિખૂટી પડેલી અર્થાત્ જૈનોની સહધર્મી જાતિ માને છે. સરાક શબ્દ પણ જૈનધર્મી શ્રાવક (ભાવિક પુરુષો) પરથી અપભ્રંશ થયાનું માનવામાં આવે છે. આ પ્રાથમિક માહિતીથી પ્રભાવિત થઈને ગુજરાતના જૈન સંતોએ સંશોધન આદર્યું. એનાં મૂળ તો જો કે સાતેક દાયકા પહેલાં જ નખાઈ ગયાં હતાં.
કલિકુંડ તીર્થોદ્ધારક જૈનાચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય અને ગચ્છાધિપતિ આચાર્ય રાજશેખરસૂરિજીના આશીર્વાદથી સરાક સમાજ ઉત્કર્ષ ઝુંબેશ ચલાવતા જૈનાચાર્ય રાજપરમસૂરીશ્વરજી મહારાજ ચિત્રલેખાને એ વિશે માહિતી આપતાં કહે છેઃ
‘અંદાજે સિત્તેર વર્ષ પૂર્વે વિદ્વાન જૈનાચાર્ય મંગળવિજયજી અને પ્રભાકરવિજયજી સમેતશિખરજીની યાત્રાએ ગયા હતા. ત્યાં એ સરાકપરિવારોના પરિચયમાં આવ્યા. એ પરિવારોના આહાર-વિચારમાં જૈન સંસ્કારો જોયા. એમના રહેણાક વિસ્તારોમાં જૈન મૂર્તિઓ અને શિલ્પકળા જોઈ. એ આધારે અનુમાન બાંધ્યું કે સરાકપરિવારો કદાચ જૈન હોઈ શકે. જો કે સચ્ચાઈ જાણવા એટલે કે મૂળ સુધી પહોંચવા માટે વિશદ્ સંશોધન અનિવાર્ય હતું, જે લાંબો સમય ચાલે એમ હતું. આ કામ વિના વિઘ્ન સંપન્ન થાય એ શુભ ભાવનાથી સંશોધનના નિષ્કર્ષ સુધી ન પહોંચાય ત્યાં સુધી એમણે છ દ્રવ્ય (ખાદ્ય વાનગી)નો સ્વેચ્છાએ ત્યાગ કર્યો.
هذه القصة مأخوذة من طبعة September 05, 2022 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 05, 2022 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول