રોહિગ્યા શરણાર્થી જખમ કરતાં દવા વધુ હાનિકારક
Chitralekha Gujarati|September 05, 2022
ભારતમાં રહેતા ૪૦ હજારથી વધુ રોહિંગ્યાને મ્યાનમાર પરત મોકલવામાં એમના પર જોખમ વધુ કે એમને શરણું આપવાથી કરોડો ભારતીયોના જીવ સામે સર્જાતું જોખમ વધુ?
ઉમંગ વોરા
રોહિગ્યા શરણાર્થી જખમ કરતાં દવા વધુ હાનિકારક

વાત છે ૨૦૧૨ની. મ્યાનમારના રખાઈન રાજ્યમાં દાયકાઓથી | મુસ્લિમો અને બોઢો વચ્ચે ખટરાગ ચાલ્યા કરે છે. મ્યાનમાર (જૂનું નામ બર્મા અથવા તો બ્રહ્મદેશ)માં મુસ્લિમો માટે રોહિંગ્યા શબ્દ વપરાય છે, જેનો અર્થ થાય છેઃ રખાઈન વિસ્તારના મૂળ રહેવાસી. જો કે આ શબ્દ મ્યાનમારમાં નથી વપરાતો. મ્યાનમારમાં તો આ મુસ્લિમોને બંગાળી ઘૂસણખોર તરીકે જ ઓળખવામાં આવે છે.

૨૦૧૨ના જૂનમાં એક બૌદ્ધ મહિલાની સામૂહિક બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી. જોગાનુજોગ એ જ વર્ષે આપણે ત્યાં નિર્ભયા હત્યાકાંડ બાદ દેશભરમાં જનાક્રોશ ફાટી નીકળ્યો હતો એવો આક્રોશ મ્યાનમારના બૌદ્ધોમાં ફાટી નીકળ્યો. જો કે આ બન્ને આક્રોશ વચ્ચે એક મોટો ફરક હતોઃ રખાઈનમાં બૌદ્ધ મહિલાના બળાત્કારી અને હત્યારા ત્યાંના (રોહિંગ્યા તરીકે ઓળખાતા) સ્થાનિક મુસ્લિમો હતા એટલે શાંતિપ્રિય બૌદ્ધ લોકો પણ રોહિંગ્યા સામે સશસ્ત્ર લડાઈ લડવા તત્પર થઈ ગયા. આમ રોહિંગ્યા સામે દાયકાઓથી ફેલાયેલા આક્રોશની આગમાં આ ઘટનાએ ઘી હોમ્યું.

દિલ્હીની છાવણીમાં ‘સંયુક્ત રાષ્ટ્રસંઘ' પ્રમાણિત ઓળખપત્ર સાથે એક રોહિંગ્યા શરણાર્થી.

આ દુર્ઘટના બાદ રોહિંગ્યા મુસ્લિમો મ્યાનમારની સરકારના રોષથી બચવા આસપાસના દેશોમાં ઘૂસણખોરી કરવા લાગ્યા, જેમાં મોટી સંખ્યામાં રોહિંગ્યા ભારતમાં પણ ઘૂસી આવ્યા છે. ભારત સરકાર આ ઘૂસણખોરોને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટું જોખમ ગણે છે. તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરીએ એવું કહી નાખ્યું કે દિલ્હીમાં બનતા જાહેર આવાસોમાં ૧૧૦૦ જેટલા રોહિંગ્યા શરણાર્થીઓને ઘર અને સુરક્ષા આપવામાં આવશે.

પાકિસ્તાન, શ્રીલંકા અને અન્ય દેશોમાંથી આવીને ભારતની શરણાર્થી છાવણીમાં રહેતા હિંદુ, શીખ, તમિળોને અને કશ્મીરથી આવેલા પંડિતોને યોગ્ય રહેઠાણ આપવાની વ્યવસ્થા હજી થઈ નથી ત્યાં રોહિંગ્યા શરણાર્થીઓને ઘર આપવાની જાહેરાત સામે રોષ ફાટી નીકળવો સ્વાભાવિક છે. છેવટે પૂરીની જાહેરાતના ચાર-છ કલાકમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ખુલાસો કરવો પડ્યો કે ના જી. રોહિંગ્યાને ઘર આપવાનો સવાલ જ નથી. સરકાર રોહિંગ્યાઓને ગેરકાયદે આવેલા વસાહતી ગણે છે, જેમને કાયદાકીય રીતે એમના દેશમાં પરત મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. ધી એન્ડ.

هذه القصة مأخوذة من طبعة September 05, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 05, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.