નોઈડા ટ્વિન ટાવર બાર સેકન્ડમાં ખેલ ખતમ!
Chitralekha Gujarati|September 12, 2022
લાંબી કાયદાકીય લડત બાદ સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર કુતુબ મિનારથી પણ ઊંચા નોઈડાના બે ગગનચુંબી ટાવર્સને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે ત્યારે જાણીએ, એની આસપાસ વણાયેલી રસપ્રદ વાતો.
ઉમંગ વોરા
નોઈડા ટ્વિન ટાવર બાર સેકન્ડમાં ખેલ ખતમ!

૨૦૦૧માં ૯-૧૧ના આતંકી હુમલામાં ન્યુ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બે તોતિંગ ઈમારત ધ્વસ્ત થઈ એ દશ્યો હજી આંખ સામેથી ખસતાં નથી. આવું જ ઍક્શન રિ-પ્લે ગયા રવિવારે દિલ્હી નજીકના નોઈડામાં થયું, જેમાં બે ગેરકાયદે ટાવરને કન્ટ્રોલ્ડ વિસ્ફોટકોથી તોડી પાડવામાં આવ્યા.

અગાઉ ૨૦૨૦માં કેરળના કોચીમાં આવી જ એન્જિનિયરિંગ ટેક્નિકથી ત્રણ મોટી ઈમારતોને ધૂળભેગી કરવામાં આવી હતી. ભારતમાં ૧૯ અને ૧૭ માળ ઊંચી ઈમારતોને આટલી સરળતાથી તોડી પાડવાનો આ કદાચ પહેલો કિસ્સો હતો, એના વિડિયો પણ ખૂબ વાઈરલ થયેલા ને સાથે આધુનિક ડિમોલિશન ટેક્નોલૉજીની ચર્ચા પણ જામી હતી.

હવે નોઈડાનો ઘટનાક્રમ જોઈએ તો સેક્ટર ૯૩-એમાં સુપરટેક કંપનીએ ૨૦૦૪-૦૫થી એમરલ્ડ નામે એક વિશાળ ટાઉનશિપ-કૉમ્પ્લેક્સ બનાવવાનું શરૂ કરેલું. આ ટાઉનશિપમાં ઘણાં બિલ્ડિંગ્સ બન્યાં અને સેંકડો પરિવાર રહેવા આવ્યા. ૨૦૧૨ સુધીમાં કંપનીએ એ જ પરિસરમાં વધુ બે મસમોટા ટાવર બનાવવાની મંજૂરી લઈ કામ આરંભી દીધું, જેને કારણે રહેવાસીઓ ગુસ્સે ભરાયા, કારણ કે મૂળ પ્લાનમાં એ બે ટાવરની જગ્યાએ બગીચો દર્શાવવામાં આવ્યો હતો.

ટ્વિન ટાવરના બાંધકામમાં બીજી અનેક કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન થયું હતું. છેવટે ટાઉનશિપના રહેવાસીઓએ બિલ્ડર સામે કેસ કર્યો અને અલાહાબાદ હાઈ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં પણ એમની જીત થઈ. ઓગસ્ટ, ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ટાવર્સને ભોંયભેગા કરવાનો આદેશ આપ્યો. ૪૦ માળના આ એપેક્સ અને સિયાન ટાવરનો કેસ કોર્ટમાં હતો એ દરમિયાન બિલ્ડરે ઉપરના મજલા જાતે તોડી પડાવ્યા હતા એટલે છેલ્લે એપેક્સના ૩૨ અને સિયાનના ૩૧ માળ તોડવા પડ્યા.

નવ વર્ષથી ઊભેલા બે તોતિંગ ટાવર જોતજોતાંમાં જાણે હતા-ન હતા થઈ ગયાઃ વિસ્ફોટકોએ સજ્જૈ ધૂળનું સામ્રાજ્ય.

هذه القصة مأخوذة من طبعة September 12, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 12, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.