સાગરના તળિયેથી પાક લણવાની કરામત
Chitralekha Gujarati|September 19, 2022
દક્ષિણ ભારતની જેમ ગુજરાતમાં પણ દરિયાકિનારે શેવાળની ખેતી કરવાના પ્રયોગ શરૂ થયા છે. આંશિક રીતે સફળ થયેલા આ કામને નડતી અડચણ દૂર થાય તો મત્સ્યોદ્યોગની સાથે આપણા સમુદ્રકાંઠા પર પણ લોકો માટે આજીવિકાના સ્રોત ઊભા થઈ શકે એમ છે.
જયેશ દવે (ભાવનગર)
સાગરના તળિયેથી પાક લણવાની કરામત

દરિયા, નદી કે કૂવામાં લીલા, લાલ, ભૂરા રંગની વનસ્પતિને તરતી અથવા તો તળિયે જામેલી જોઈએ તો એ લીલ કે શેવાળ હોવાની કલ્પના કરી અટકી જવાય, પરંતુ પાણીમાંની અમુક વનસ્પતિની ખેતી કરી માલામાલ પણ થઈ શકાય છે! કહો કે દરિયાના તળિયેથી પાક લેવાની કરામત આવડે તો શેવાળ માણસને આવકની દૃષ્ટિએ સ્વનિર્ભર બનાવી શકે છે. દેશના દક્ષિણ ભાગમાં દરિયાકાંઠાનાં ગામોમાં આ ખેતી દસકાઓથી ચાલે છે અને પાણીમાં શેવાળ હિલોળા લે છે. હવે ગુજરાતમાં પણ આ ખારાં પાણીમાં પૈસા પકવવાની શરૂઆત થઈ ગઈ છે. અઢીસોથી વધુ ખેડૂતો તથા અન્ય જિજ્ઞાસુઓ આ ખેતીની પદ્ધતિસર તાલીમ અને પાક પણ લઈ ચૂક્યા છે. રાહ છે હવે આને વિશાળ ફલક સુધી લઈ જવાની.

દરિયાઈ મીઠું અને દરિયાઈ પાણીના વિવિધ ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગરમાં શરૂ કરવામાં આવેલી દેશની એકમાત્ર સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા સીવીડ-શેવાળની ખેતીનો આ પ્રોજેક્ટ ૨૦૧૭થી હાથ ધરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલાં મોનિકા ગજાનન કવલ ચિત્રલેખાને કહે છે: ‘ભાવનગર જિલ્લાના હાથબ ઉપરાંત દીવ અને સોમનાથ આસપાસનાં ઓખામંડળ, સીમર, રાજપરા ગામોમાં ક્રમશઃ શેવાળની ખેતી અંગે લોકોને માહિતી આપી એમને તાલીમ આપવામાં આવી છે. એક તબક્કે લોકોને આ તાલીમ અને કામ અંગે પ્રશ્નો પણ હતા, પરંતુ તાલીમ લીધા બાદ એમને સમજાયું કે ખારાં પાણીમાં આ વનસ્પતિની ખેતી કરીને પણ એક પાકદીઠ દસથી ૧૨ હજાર રૂપિયાની કમાણી કરી શકાય છે. જો કે માછીમારી અને ખેતમજૂરીથી ટેવાયેલા શ્રમિકો આ નવા કામને હજી ઝડપથી સ્વીકારતા નથી.’

هذه القصة مأخوذة من طبعة September 19, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 19, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.