મને ગમે છે મારું એકાંત...
Chitralekha Gujarati|September 26, 2022
એકલતા અને એકાંત (સોલિટ્યૂડ)માં ફરક છે. એકાંત તમને ઘણું બધું શીખવે છે
મને ગમે છે મારું એકાંત...

પન્ના નાયક સાહિત્યકાર

૧૯૭૧માં પન્ના નાયકનું પહેલું કાવ્ય સ્નેપશૉટ જન્મ્યું ત્યારથી આજ સુધીની એમની શબ્દસફરમાં કવિતા, ગીતો, ટૂંકી વાર્તા, નિબંધ, વ્યક્તિચિત્રો જેવાં મુકામ આવ્યાં. મુંબઈમાં રતનબહેન અને ધીરજલાલ મોદીના ઘરે જન્મેલાં પન્નાબહેન ૧૯૬૦માં નિકુલ નાયક સાથે લગ્ન કરી પચ્ચીસ સભ્યવાળા ભર્યાભાદર્યા કુટુંબમાંથી અમેરિકામાં બે જણના ઘરમાં ધીરે ધીરે જાતને ગોઠવવાનો સંઘર્ષ કરતાં રહ્યાં.

૧૯૮૫માં બાવન વર્ષની વયે પન્નાબહેનને સાવ એકલાં રહેવાનું થયું. ૩૭ વર્ષ પહેલાંનો એ સમયકાળ સાંભરતાં પન્નાબહેન કહે છેઃ ‘નિકુલ ૧૯૮૫માં સ્વદેશ પરત ગયા અને અમદાવાદમાં જ રહેવાનું નક્કી કર્યું. મારે પાછા જવું નહોતું. ત્યારથી મને એમ લાગ્યું કે શેષ જીવન હવે એકલાં જ વિતાવવું પડશે. એનો મને રંજ નહોતો. મારી પાસે પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં નોકરી હતી, મિત્રો હતા, પુસ્તકો હતાં અને ખાસ તો કવિતા હતી, જેનો ટેકો ન મળ્યો હોત તો સાચે જ ઢળી પડાત.’ (૨૦૦૪માં નિકુલ નાયકનું અવસાન થયું.)

هذه القصة مأخوذة من طبعة September 26, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 26, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.