કૅમેરાના રોલમાં એક-બે ફોટા બાકી હોય તો હું બની જતી ફોટોગ્રાફર મધુબહેન માટે મોડેલ. ક્યારેક તો એમણે મને ઊંઘમાંથી ઉઠાડીને મારા ફોટા પાડ્યા છે!
એક સમયે દક્ષિણ મુંબઈમાં મેટ્રો અને લિબર્ટી થિયેટર લૅન્ડમાર્ક બિલ્ડિંગ ગણાતાં. બન્ને થિયેટરોની આસપાસ સોળ-સત્તર જેટલાં મકાન. દેશની આઝાદી પહેલાંનાં પાઘડીનાં, ભાડેથી મળતાં ઘર. એ સમયે ઓછાં ફ્લૅટ સિસ્ટમનાં મકાન હતાં.
અમે આ વિસ્તારના ગુલ બહાર બિલ્ડિંગમાં ૧૯૫૭-૫૮ની આસપાસ રહેવા આવ્યાં ત્યારે હું ઈન્ટર કે જુનિયર બી.એ.માં હોઈશ. નાટકમાં કામ બહુ કરવાનું મને ઘેલું લાગેલું. એક બપોરે હું રિહર્સલમાં જવાની તૈયારી કરી રહી હતી. મમ્મી ઘરે નહોતી.
પપ્પા (જાણીતા સર્જક ગુણવંતરાય આચાર્ય) લખતા હતા. અચાનક એ મને કહેઃ ‘વસુ, તું દાદર પર જા તો, મધુબહેન આવતાં હશે.’
આ મધુબહેન તે વળી કોણ અને અહીં શું કામ આવે છે એની મને ક્યાંથી ખબર હોય?
મારી આંખમાં સવાલ વાંચી પપ્પાએ કહ્યું: ‘આપણી બાજુના ફ્લેટમાં રહેવાનાં છે.’
બહાર જઈને હું ઉપરના પગથિયે ઊભી રહી. મેં એમને દાદરા ચડતાં જોયાં. આ જ હશે મધુબહેન?
આજે આટલાં વર્ષે પણ મને એ દશ્ય સ્પષ્ટ દેખાય છે. સુરેખ મુખાકૃતિ, એકદમ ઊઘડતો વાન, કાળી સાડી અને બ્લાઉઝ, આંગળીએ સાત-આઠ વર્ષના બે દીકરા અને કાંખમાં નાની દીકરી. ગૌરવશાળી વ્યક્તિત્વની એ નારીની છબિ મનમાં હંમેશ માટે અંકિત થઈ ગઈ. હા, એ મધુબહેન જ હતાં!
અમે એકમેકને ઓળખતાં નહોતાં, ન એવી જરૂર હતી. હું સત્તર-અઢારની. સંસારની શીળી છાંયમાં ઊછરેલી, સંસારના દુઃખતાપનો ઓછાયો પણ નહીં. સામે હતી સંસારના અડાબીડ વનમાંથી રસ્તો કરતી, અટવાતી અને પગથિયાં ચડતી કાળાં વસ્ત્રોમાં એક એકલી યુવાન સ્ત્રી અને માતા એનાં નાનાં બાળકોને લઈ નવા ઘરમાં, કદાચ નવા જીવનમાં પ્રવેશવા દાદરા ચડી રહી હતી. એ વખતે મકાનમાં હજી લિફ્ટ નહોતી.
સ્ત્રીસહજ લાગણીથી મેં ઝડપથી દીકરીને તેડી લીધી. સાથે દાદરા ચડી અમે દરવાજા પાસે ઊભાં રહ્યાં અને મધુબહેને સ્વયં કર્યો ગૃહપ્રવેશ. એમની સાથે વર્ષો રહેલો ઓછું ભાળતો નોકર રામજી. ભાઈ-બહેનો કદાચ પછી આવ્યાં હશે કે કેમ, પણ એ દશ્ય મારા મનમાં કંડારાયેલું છે. યથાતથ.
هذه القصة مأخوذة من طبعة January 23, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 23, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?