નવા વર્ષના આરંભ સાથે ગુજરાતમાં 어 લોક-દરબારનાં આયોજન શરૂ થયાં છે. ગુજરાત સરકાર તો ઘણા સમયથી લોક-દરબાર યોજે જ છે. જો કે આ વખતે ગુજરાત પોલીસે પ્રથમ વાર રાજ્યવ્યાપી લોક-દરબાર શરૂ કર્યા, એમાં નાગરિકોએ મન કી બાત કહી, જે વાસ્તવમાં તો મની કી બાત હતી.
લોક-દરબાર હતા પણ એ જ માટે વ્યાજખોરી વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે. ગુજરાતનાં અનેક શહેર, જિલ્લા અને તાલુકામાં યોજાયેલા લોક-દરબારમાં દશ્ય લગભગ એકસરખાં હતાંઃ સભાગૃહના મંચ પર જે-તે શહેર કે જિલ્લાના પોલીસ વડા તથા સરકાર અને બૅન્કના અધિકારીઓ તો સભાગૃહમાં યુવાનો અને વડીલો બેઠા હતા.
પોલીસે લોક-દરબારના ઉદ્દેશની વિસ્તૃત સમજ આપી. પછી વારો આવ્યો પ્રેક્ષકોનો એટલે કે ફરિયાદીઓનો.. અને મોટા ભાગની ફરિયાદ પણ એકસરખી જ હતી.
અમદાવાદમાં પ્રમોદભાઈએ કહ્યું: ‘મારી પત્નીની સર્જરી કરાવવા માટે જયરામ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા. એણે વ્યાજનો પહેલો હપ્તો કાપીને જ રૂપિયા આપ્યા અને ડિપોઝિટમાં મારી સહીવાળા બે કોરા ચેક લીધા. નક્કી થયેલી રકમ ચૂકવ્યા પછી અચાનક વ્યાજદર વધારીને વધુ રૂપિયા માગ્યા. મેં ન આપ્યા એટલે એણે ડિપોઝિટનો ચેક બૅન્કમાં ભરીને બાઉન્સ કરાવ્યો અને મારી સામે પોલીસફરિયાદ કરી.’
સુરતમાં ચિત્રાજ રાંદેરીએ કહ્યું: ‘મેં મિતેશ કહાર પાસેથી ૧.૬૦ લાખ વ્યાજે લઈને ૧.૯૦ લાખ રૂપિયા ચૂકવ્યા. જો કે ત્રણ હપ્તા ચૂકવવાના બાકી હતા એટલે મિતેશે મુદ્દલની રકમ બાકી છે.. કહીને મારાં બે મોપેડ લઈ લીધાં!'
જુદાં જુદાં સ્થળે યોજાયેલા લોક-દરબારમાં ઘણાએ વ્યાજખોરો વિરુદ્ધ પોતાની કરુણ કથની અને પીડા વર્ણવીને પોલીસ પાસે ન્યાય અને રક્ષણની માગ કરી. કેટલાકે ભૂતકાળમાં વ્યાજખોરે કરેલી કનડગતના અનુભવ બયાન કર્યાં. સાર એ કે વ્યાજના ખપ્પરમાં ઘણાએ મોટી રકમ અને અમુકે પરિવારજન પણ ગુમાવ્યા.
સામાન્ય રીતે કોઈ વ્યક્તિ સંતાનનાં શિક્ષણ, વેપાર-રોજગાર, વ્યાવહારિક પ્રસંગ, માંદગી, ઘર ખરીદી, વગેરે માટે બૅન્કોના જટિલ નિયમોનાં પાલન તથા મિલકત મોર્ગેજ, જામીન આપવા છતાંય ધાર્યા સમયમાં અપેક્ષિત રકમની લોન ન મળે તો ફાઈનાન્સ કંપનીમાંથી અથવા નાણાં ધીરનાર પાસે મકાન, જમીન, દાગીના ગીરવે મૂકીને નાણાં મેળવે અથવા ઝંઝટ વિના ત્વરિત પૈસાની લાલચે રકમ વ્યાજથી લે.
هذه القصة مأخوذة من طبعة February 06, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 06, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.