વિભાજનવાદી અમ્રીતપાલ સિંહના આહ્વાન પછી ઝનૂની ટોળાએ પોલીસસ્ટેશન પર હુમલો કરી એના એક સમર્થકને છોડાવ્યો.
હજી તો એક છમકલું થયું છે, પણ એટલે એને અવગણવાની ભૂલ કરવા જેવી નથી. આગ આખરે તો એક નાનકડા તિખારામાંથી જ લાગે છે.
પંજાબમાં થોડા દિવસ અગાઉ અપહરણ અને મારપીટના એક કિસ્સામાં વેગળા ખાલિસ્તાનની તરફેણ કરી રહેલા વારિસ પંજાબ દે જૂથના નેતા અમ્રીતપાલ સિંહના કેટલાક સમર્થકોની ધરપકડ કરવામાં આવી હતી. અમ્રીતપાલે એના ટેકેદારોને છોડી મૂકવા પોલીસને મહેતલ આપી. શરૂઆતમાં પોલીસે દાદ ન આપી તો બે-ત્રણ હજાર માણસોના ટોળાએ પોલીસસ્ટેશનને ઘેરાવ કર્યો અને જબરી ભાંગફોડ આદરી. જોવાની વાત એ છે કે પોલીસસ્ટેશન પરિસરમાં ઉધામો મચાવનારા માણસો શીખ સંપ્રદાયના ધર્મગ્રંથની પ્રત પાલખી સાથે લઈ ગયેલા, જેથી પોલીસ વળતો પ્રહાર કરે તો ઢાલ તરીકે એનો ઉપયોગ થઈ શકે!
શાંતિ જળવાઈ રહે એવું કારણ આગળ ધરી પોલીસે અમ્રીતપાલના એક ભારાડી સમર્થક લવપ્રીત સિંહ ઉર્ફે તુફાનને છોડી મૂક્યો એમાં તો મર્કટોને દારૂ પીવા મળી ગયો. બાકી હતું તે પોલીસની સૂચનાને અવગણી વિજય સરઘસ કાઢતો હોય એમ અમ્રીતપાલ ધરાર મોટા ટોળા સાથે અમૃતસરના સુવર્ણમંદિર સુધી ગયો. એ પણ ચાકાં-તલવાર અને બંદૂકો સાથે. એ પછી તો અમ્રીતપાલે પોતે પોતાની જાતને ભારતીય ન માનતો હોવાનું વાંધાજનક નિવેદન પણ કર્યું.
આમ તો આપણાં પોલીસદળ આજકાલ વધારે પડતાં સક્રિય થઈ ગયાં છે. નાની નાની વાતે લોકો પર સીધા રાષ્ટ્રદ્રોહના કેસ ઠોકી બેસાડવામાં આવે છે. જો કે પંજાબ પોલીસે અમ્રીતપાલ કે એના ટેકેદારો સામે કોઈ ગંભીર અપરાધ નોંધ્યો નથી. એમના હુમલામાં અનેક પોલીસ અધિકારી ઘાયલ થયા હોવા છતાં! બાકી હોય એમ, પંજાબના પોલીસ વડા અને ખુદ મુખ્ય મંત્રી ભગવંત માને આખા મામલા પર ટાઢું પાણી રેડવાનું કામ કર્યું છે.
هذه القصة مأخوذة من طبعة March 13, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 13, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.