હવેથી ગુજરાત રાજ્યની તમામ શાળામાં આઠમા ધોરણ સધી ગજરાતી એક વિષય તરીકે ફરિજયાત ભણાવવામાં આવશે એવો એક કાયદો હમણાં ગુજરાતની વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો. એક ગુજરાતી તરીકે આપણને સૌને એ વાતે આનંદ થાય કે હાશ, આ બહાને તો આ બહાને, માતૃભાષાની જાળવણી-સંવર્ધનના કામમાં મદદ તો મળશે!
સારી વાત છે, પણ સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં શાળાઓમાં ગુજરાતી ભણાવી શકે એટલા શિક્ષકો આપણી પાસે છે ખરા? અને માનો કે છે તો એમાંથી સાચું અને સારું ગુજરાતી ભણાવી શકે એવા સજ્જ શિક્ષકો કેટલા?
આમ તો ગુજરાતી ભાષા માટે પ્રતિબદ્ધ હોય અને ભણાવવા માટે સજ્જ હોય એવા શિક્ષકો તો દીવો લઈને શોધવા જવું પડે એવી હાલત છે, પણ હા, શોધવાનો પ્રયત્ન કરીએ તો એક દીવો આપણને સૌરાષ્ટ્રના જામનગર શહેરમાં આવેલી મ્યુનિસિપલ હાઈ સ્કૂલ તરફ ખેંચી જાય છે, જ્યાં એક શિક્ષક માતૃભાષાના શિક્ષણનું અજવાળું પાથરવાનું સરસ કામ કરી રહ્યા છે.
આ શિક્ષક એટલે કિરીટ ગોસ્વામી. જામનગર મહાપાલિકા સંચાલિત હાઈ સ્કૂલમાં ગુજરાતી અને ચિત્રકામ વિષય ભણાવતા કિરીટભાઈની પ્રથમ ઓળખ આમ તો ગુજરાતી ભાષાના જાણીતા બાળગીતકાર અને વાર્તાકાર તરીકેની છે. ગુજરાતી અખબારોની બાળકો માટેની પૂર્તિમાં તમે એમની વાર્તાઓ પણ વાંચતા જ હશો, પણ સાથે જોડી રાખીને નવી પેઢીમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે પણ એ અનુકરણીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એ એમની બીજી ઓળખ છે. એમની આ પ્રવૃત્તિના લીધે ગુજરાતના બાળસાહિત્ય-શિક્ષણના ક્ષેત્રે હવે લોકો એમને ટોપીવાળી મા કે પછી આધુનિક ગીજુભાઈ તરીકે ઓળખવા માંડ્યા છે. ટોપીવાળી મા એટલા માટે કે ટોપી એ કિરીટભાઈની ત્રીજી ઓળખ છે!
هذه القصة مأخوذة من طبعة March 20, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 20, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.