આને કહેવાય ગાજરિયું ગામ!
Chitralekha Gujarati|March 27, 2023
ગિરનાર તળેટીમાંથી વહેતી સોનરખ નદીના કિનારે આવેલું ગામ ખામધ્રોળ.. અહીં દોઢેક હજાર વીઘાં જમીનમાં ખેડૂતો માત્ર ગાજરની ખેતી કરે છે. ગામના એક ખેડૂત તો ગાજર વાવતાં વાવતાં ‘પદ્મશ્રી’ બની ગયા. ચાલો, વાત કરીએ પૂરા ગુજરાતમાં જાણીતા થયેલા ગાજર વાવતા આ ગામના ખેડૂતોની..
ધીરુ પુરોહિત (ખામધ્રોળ-જૂનાગઢ)
આને કહેવાય ગાજરિયું ગામ!

આ એક એવું ગામ છે જે ફક્ત ગાજરની જ ખેતી કરે છે. ગામનું નામ છે ખામધ્રોળ. જૂનાગઢની ભાગોળે જ આવેલા અને નવા સીમાંકન પ્રમાણે હવે જૂનાગઢમાં જ ભળી ગયેલા આ ગામમાં વસતા ખેડૂતોમાંથી એવો કોઈ જ ભૂમિપુત્ર નથી, જે ગાજરની ખેતી ન કરતો હોય. અહીં ત્રણ પેઢીથી ગાજરની ખેતી થાય છે અને ગામની ખેતીમાં એવી તો ગુણવત્તા આવી છે કે ગામના એક વયોવૃદ્ધ ખેડૂત ગાજરને પ્રેમ કરતાં કરતાં પદ્મશ્રી એવૉર્ડ સુધી પહોંચ્યા અને બીજા અનેક માટે પ્રેરણાસ્રોત પણ બન્યા.

એમનું નામ વલ્લભભાઈ વશરામભાઈ મારણિયા. વલ્લભભાઈ ગાજરવાળાના હુલામણા નામથી ઓળખાતા આ ખેડૂતે આખી જિંદગી ગાજરને પ્રેમ કરવામાં વિતાવી દીધી અને પદ્મશ્રી મેળવીને પછી મૃત્યુ પામ્યા. જો કે આ ગાજરપ્રેમી ખેડૂતના દીકરા અરવિંદભાઈ મારવણિયા અને આખો પરિવાર હજી ગાજરની ખેતીમાં જ રત છે.

સોરઠ પ્રદેશ (જૂનાગઢ, પોરબંદર અને ગિર-સોમનાથ જિલ્લાનો વિસ્તાર) દેશની ધરતીનો સૌથી પુરાતન વિસ્તારોમાંનો એક ગણાય છે. આ ધરતી એટલે કાચું સોનું. સોરઠના ગિર પંથકમાં થતી કેસર કેરી અજોડ ગણાય છે, કારણ કે આ ધરતી નિતારવાળી (ચૂનાના પથ્થરવાળી) ધરતી છે. એ જ રીતે સોનરખ નદીના કાંઠે આવેલા ખામધ્રોળ અને આજુબાજુના વિસ્તારની ધરતી પણ નિતારવાળી જમીન છે, જેના પરિણામે અહીં પાકતાં ગાજર કેરેટીન અને આયર્ન સહિતનાં તત્ત્વોથી ભરપૂર છે.

નિવૃત્ત પ્રિન્સિપાલ ધીરુભાઈ સાદરિયાઃ હવે આ ખેતી ફાવી ગઈ છે.

અરવિંદ મારવણિયા: પિતાએ ગામમાં કરી ગાજર ક્રાંતિ’.

هذه القصة مأخوذة من طبعة March 27, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة March 27, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
Chitralekha Gujarati

ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?

જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.

time-read
5 mins  |
September 23, 2024
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
Chitralekha Gujarati

ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ

રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?

time-read
4 mins  |
September 23, 2024
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
Chitralekha Gujarati

આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!

પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.

time-read
4 mins  |
September 23, 2024
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
Chitralekha Gujarati

કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!

પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.

time-read
4 mins  |
September 23, 2024
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
Chitralekha Gujarati

સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો

સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.

time-read
5 mins  |
September 23, 2024
મણિપુરને ફરી સળગવા ન દો.
Chitralekha Gujarati

મણિપુરને ફરી સળગવા ન દો.

શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.

time-read
5 mins  |
September 23, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે

time-read
1 min  |
September 23, 2024
કરપીણ, દયનીય, અમાનવીય
Chitralekha Gujarati

કરપીણ, દયનીય, અમાનવીય

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

time-read
2 mins  |
September 23, 2024
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 mins  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 mins  |
September 16, 2024