આ દિલ્હીનું સંસદ ભવન ખરું, પણ આ તો છે ભુજોડીમાં બનેલું ‘વંદે માતરમ મેમોરિયલ’, જેમાં સંસદ ભવનની પ્રતિકૃતિની અંદર છે ભારત માતાની ભવ્ય મૂર્તિ અને આઝાદીની લડતની ઝાંખી આપતું પ્રદર્શન.
સ્કૂલ-કૉલેજમાં વૅકેશન પડવાને બસ, હવે થોડા જ દિવસની વાર છે. ઘણા પરિવારે ઉનાળાની રજામાં ક્યાંક ને ક્યાંક બહાર જવાના પ્લાન બનાવી લીધા હશે. મોટા ભાગના લોકો સ્વાભાવિક છે કે આ દિવસોમાં કોઈ ને કોઈ હિલસ્ટેશન તરફ દોટ મૂકે.
- પણ ધારો કે તમે કોઈ બીજે સ્થળે જવાનું વિચારો તો?
આપણે ગયા ઓગસ્ટમાં જ દેશની સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ ઉજવ્યાં આઝાદીનો અમૃત મહોત્સવ! હવે ધારો કે તમને વિચાર આવે કે સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલા સ્થળ કે આપણા રાષ્ટ્રીય નેતાઓના જન્મસ્થાનની મુલાકાત લેવી છે તો?
શક્ય છે, તમે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરની મુલાકાત લો અથવા સરદાર પટેલ જ્યાં ઊછર્યા એ કરમસદ જાવ. અંગ્રેજોની બેરહેમીની ગાથા જાણવા જલિયાંવાલા બાગ જોવા અમૃતસર જાવ. કાળા પાણીની સજા તરીકે કુખ્યાત એવી પોર્ટ બ્લેર-આંદામાનની જેલ જોવા પણ તમે જઈ શકો.
- પરંતુ આઝાદીનો આખો ઈતિહાસ જાણવો હોય તો?
તો તમારે કચ્છના ભુજ નજીકના ભુજોડી ગામની મુલાકાત અવશ્ય લેવી પડે. આ એક સ્થળ એવું છે જ્યાં સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક ક્રાંતિવીરોનાં સ્મારક સહિત રાષ્ટ્રભક્તિના અનેક રંગો એકસાથે જોવા મળશે. એ સ્થળ એટલે વંદે માતરમ મેમોરિયલ.
દેશભક્તિ અને ધર્મના રંગો સાથે કળાની પીંછીથી બનાવેલું ચિત્ર સંમોહિત કરી શકે છે. આવું એક ચિત્ર એટલે કચ્છના ભુજ નજીકનું ભુજોડી ગામ. ભુજથી આશરે પંદરેક કિલોમીટરના અંતરે આવેલું આ એક સરસ મજાનું નાનકડું ગામ છે. કાચાં-પાકાં કેટલાંક મકાનો, ઊંચા-નીચા ઓટલા, ખાડાવાળા ધૂળિયા રસ્તા અને કચ્છી પહેરવેશમાં મહાલતા સ્થાનિક કચ્છી માડુઓ.. આ બધું આ ગામની સહજ ઓળખાણ છે.
ભુજોડી એટલે મૂળ તો વણકર સમાજની હસ્તકળા અને કચ્છી વર્ક માટે અતિ જાણીતું ગામ. વર્ષોથી અહીં રહેતા લોકોના લોહીમાં જ હાથવણાટની કળા વહે છે. જાણીતા ઉદ્યોગપતિ કાન્તિસેન શ્રોફ અને એમનાં પત્ની ચંદાબહેને સૃજન સંસ્થા શરૂ કરી ભુજોડીની કળાને દૂરદેશાવર પહોંચાડી.
هذه القصة مأخوذة من طبعة April 03, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 03, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?