૧૯૫૦ના દાયકામાં અણુનો શાંતિમય ઉપયોગ કરવા માટે સ્વિત્ઝરલૅન્ડના જીનિવા શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારતના પ્રખર વિજ્ઞાની ડૉ. હોમી ભાભાએ કહ્યું હતું: ‘લૅબોરેટરીમાં ફ્યુઝન પાવરના વપરાશથી અવરિત ઊર્જા મળી રહે એ દિવસો દૂર નથી. બે દાયકાની અંદર આ પ્રયોગ સાકાર સ્વરૂપે સંભવ હશે.’
આ વાતનાં થોડાં વર્ષોમાં જ ડૉ. હોમી ભાભાનું રહસ્યમય રીતે મૃત્યુ થયું એટલે ફ્યુઝન પાવર અને અવિરત ઊર્જાની એમની વાત સમય સાથે વિસરાતી ગઈ. એમણે કરેલી ફ્યુઝન પાવરથી અવિરત ઊર્જાની જાહેરાત તો પૂરા સાત દાયકાથી પ્રયોગની પ્રયોગ જ રહી છે, સાકાર નથી થઈ.
જો કે એવું નથી કે ડૉ. હોમી ભાભા કહેતા હતા એ ફ્યુઝન પાવરના પ્રયોગ કોઈએ કર્યા નથી. આજની તારીખમાં પણ ફ્યુઝન પ્રક્રિયાથી ઊર્જાનિર્માણના પ્રયોગો તો ચાલી જ રહ્યા છે અને આ પ્રયોગોની સફળતાની અગાઉ ક્યારેય નહોતી એટલી શક્યતા હવે વર્તાઈ રહી છે.
શું છે ફ્યુઝન પ્રક્રિયાથી ઊર્જાનિર્માણ?
ફ્યુઝન પ્રક્રિયા એટલે બે અણુના સંયોજન (ફ્યુઝન)થી ઊર્જાની ઉત્પત્તિ કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયાનું જીવતું-જાગતું ઉદાહરણ એટલે આકાશમાં તપતો સૂરજ. સૂરજમાંની ફ્યુઝન પ્રક્રિયા વિશે વાત કરતાં પહેલાં આપણે આપણા આ સૂરજદાદાને બરાબર જાણી લઈએ.
૭૮.૪ ટકા હાઈડ્રોજન અને ૧૯.૮ ટકા હિલિયમના બનેલા સૂર્યનું પેટાળ ૧,૫૦,૦૦,૦૦૦ સેલ્સિયસ તાપમાને તપે છે. આ ગરમી એટલી વધારે છે કે ત્યાંનો એક ટાંકણીના સૂક્ષ્મ ટપકા જેટલો પદાર્થ ૧૬૦ કિલોમીટર દૂરથી પણ માણસને રાખમાં ફેરવી શકે!
સૂર્યના કેન્દ્રમાં દબાણ દર ચોરસ ઈંચે ૩૩૦ કરોડ ટન જેટલું છે એટલે કે પૃથ્વીની સરખામણીએ એક લાખ ગણું વધારે છે. આ દબાણ વચ્ચે હાઈડ્રોજનના અણુ એકબીજા સાથે ચોંટીને (ફ્યુઝ થઈને) નવું અણુમાળખું બનાવે છે. પ્રતિ મિનિટે ૪૦ અબજ ટન જેટલા હાઈડ્રોજનના અણુ ફ્યુઝ થઈને હિલિયમમાં રૂપાંતરિત થાય છે.
આ પ્રક્રિયામાં ૪૦ અબજ ટન હાઈડ્રોજનના અણુ સામે બરાબર એટલો જ હિલિયમનો પુરવઠો નિર્માણ નથી થતો, પણ પ્રક્રિયા દરમિયાન થોડોક હિસ્સો રહી જાય છે, તો આ હિસ્સાનું શું થાય છે? વેલ, આગળ જાણીએ.
هذه القصة مأخوذة من طبعة April 03, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 03, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.