![ત્રણ પેઢીનું ત્રેખડ ત્રણ પેઢીનું ત્રેખડ](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1679588821/articles/AMJGcc49T1680498126497/1680504374594.jpg)
‘મમ્મીજી, વાય શુડ ઑલ્વેઝ વુમન કૂક?’
વહાલી સાસુને આશીએ તાર્કિક પ્રશ્ન પૂછ્યોઃ ‘સ્ત્રી જ શા માટે રોજ રસોઈ બનાવે?’
આગલી રાત્રે વાય શુડ મૅન સૅવ ઑલ ધ ફન નામનું પુસ્તક વાંચ્યા બાદ રવિવારે નિરાંતે ઊઠેલી આશીએ આમ તો ક્યારેય કૂકડાને બોલતો નહોતો સાંભળ્યો, પણ આજે રસોડામાં પગ મૂકતાંવેંત કર્કશ અવાજે કુકરે કૂક.. કરી મૂક્યું.
‘એટલે?’ ગડ ન પડતાં ગીતાબહેને સામે સવાલ પૂછ્યો.
‘વી નીડ ચેન્જ, ઓકે? તો આજે એવું કરીએ કે ઘરના પુરુષો રાંધે અને આપણે કોઈ મસ્ત કૉમેડી મૂવી જોઈએ.’
ભાવતું'તું અને વૈદે કીધું જેવો ઘાટ હતો. ‘આજકાલની છોકરીઓમાં હિંમત બહુ, કહેવું પડે.’ ગીતાબહેન હાથ લૂંછતાં રસોડા બહાર આવ્યાં.
‘હિયર હિયર. એક અનાઉન્સમેન્ટ કરવાની છે.’ આશી બોલી.
અમિતનો આળસ મરડતો હાથ અધ્ધર રહી ગયો, મુકેશભાઈએ સરી જતી ચશ્માંની દાંડી ઊંચી ચડાવી તો શાંતિલાલભાઈએ એક હાથે ટાઈ પસવારી અને બીજા હાથે વૉકિંગ સ્ટિક મજબૂત રીતે પકડી લીધી. અણધારી જાહેરાત કાને ધરવા સૌ અધીરા થયા.
‘આજે મમ્મીજી અને હં કિચનમાં એન્ટર નહીં થઈએ. તમારે ત્રણેએ મળીને લંચ કૂક કરવાનું.. અને સાંજે બધા રેસ્ટોરન્ટમાં જઈશું.. ઓકે? ઈન શૉર્ટ, અમને છુટ્ટી.’ છૂટથી બોલતી આશીને સાંભળી અમિતની આસપાસ બધું ગોળ ગોળ ફરવા માંડ્યું. મુકેશભાઈનાં ચશ્માં નવેસરથી નાક પર સરકી પડ્યાં અને શાંતિભાઈ ટાઈ વડે પરસેવો લૂંછવા માંડ્યા.
કશું જ ઓકે નહોતું. ધરણા કરવા બેઠાં હોય એમ સાસુ-વહુએ સોફા પર બેઠક જમાવી. ત્રણે પુરુષોએ અંદરોઅંદર મસલત કરીઃ ‘આ પડકાર ઝીલી લઈએ. એ બન્નેને બતાવી દઈએ, હમ ભી કુછ કમ નહીં.’
ત્રણેએ બહાદુરીપૂર્વક રસોડામાં પ્રસ્થાન કર્યું. સૌથી પહેલી સમસ્યા ત્યાં જ સામે આવીઃ ‘રાંધવું શું?’
‘ભજિયાં તો જોઈએ જ. ચણાના લોટના ખીરામાં બોળીને ડુંગળી અને બટાકાનાં પૈતાં તળવાનાં. સાવ સહેલું.’ શાંતિલાલ પોતાને ભાવતું બોલ્યા.
‘એનાથી કંઈ પેટ ન ભરાય, બાપુજી. સાથે પરાંઠા-શાક બનાવી દઈએ.’ મુકેશભાઈએ આઠ | મહિનાની ગર્ભવતી સ્ત્રીના પેટ જેવી પોતાની ફાંદ પર આંગળીથી તબલાં વગાડ્યાં.
هذه القصة مأخوذة من طبعة April 03, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 03, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
![ભાંગી મારી જન્મોજનમની ખામી ભાંગી મારી જન્મોજનમની ખામી](https://reseuro.magzter.com/100x125/articles/34/1985595/GdWaHDa9r1739796157301/1739796409908.jpg)
ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1985595/4hsh5Ho4F1739796450419/1739796725280.jpg)
જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.
![સફળતાની ઠોકર વાગે ત્યારે! સફળતાની ઠોકર વાગે ત્યારે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/K1Wa_A7JU1738911967708/1738912756723.jpg)
સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.
![આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે? આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/PhIA782Du1738910120333/1738911945993.jpg)
આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?
મધ્ય તથા દક્ષિણ અમેરિકાના ગેરકાયદે વસાહતીઓને દેશ બહાર કાઢી મૂકવાની શરૂઆત કરી ટ્રમ્પે આવનારા દિવસોમાં એમના એજન્ડાના અમલ વિશે બધાને વિચારતાં કરી દીધા છે.
![સિમ્પ્લિફાય! ઍપ્લિકાય! સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/UH6l6CLZf1738836045159/1738836808552.jpg)
સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!
અલ્બર્ટ આઈનસ્ટાઈન હંમેશાં એક જ રંગનાં, એક જ પ્રકારનાં કપડાં પહેરતો.તેનો પ્રશ્ન, ‘વ્હાય મેક ઈટ કૉમ્પ્લિકેટેડ?'
![રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/VNruUjqFn1738832461728/1738833000642.jpg)
રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું
રોબોટિક પદ્ધતિ વડે કરાયેલા ઑપરેશનમાં દર્દીની રિકવરી સમયમાં ફરક પડેછે?
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/mIfd9fKg51738824264732/1738832393019.jpg)
જસ્ટ, એક મિનિટ...
સમજદાર લોકો આથી મૌન ધારણ કરે છે. હોશિયાર વ્યક્તિ સચોટ શબ્દમાં બોલે છે, જ્યારે મૂર્ખાઓ દલીલબાજીમાં ઊતરી પડે છે.
![સરનામું પણ આગવી ઓળખ છે! સરનામું પણ આગવી ઓળખ છે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/85MnL6jva1738823837796/1738824238173.jpg)
સરનામું પણ આગવી ઓળખ છે!
અહીં હરએક ચહેરો ઊડતી અફવા છે અહીં હરકોઈ જીવે છે સરનામાંમાં
![લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ! લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/GZ74eUE8V1738513375933/1738514176018.jpg)
લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!
ચાલો, પોતાને સમય આપીએ, પોતાની પર અને જીવન પર પ્રેમ કરીએ,કારણ કે આપણે ખુશ તો આખું ઘર ખુશ. સો લેટ્સ ગો! ટ્રાવેલ! એક્સપ્લોર! સેલિબેટ લાઈફ! સેલિબેટ વુમનહૂડ!
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/zuSqZsmzb1738512940384/1738513331989.jpg)
જસ્ટ, એક મિનિટ...
ક્યારેક એ સફળતા અને નિષ્ફળતા તેમ જ જીવન અને મૃત્યુ વચ્ચેનું નિમિત્ત પણ બની શકે છે.