અડધી રાતે આશીનો મોબાઈલ ફોન રણક્યોઃ ‘હેય, હું અને સેમ ફિફ્થ અર્લી મોર્નિંગે મુંબઈ પહોંચીએ છીએ. કમ ટુ પીક અસ અપ ફ્રૉમ ધ ઍરપોર્ટ. ઓકે?’
‘શીલા માસી!’ આશી પલંગ પર ઊછળી. એણે આનંદની કિકિયારીઓ પાડી. સામાન્યતઃ વંદાને જોઈને ચિચિયારી પાડતી આશીને આમ ઊછળતી જોઈ અમિત ઊંઘમાં જ બોલ્યો: ‘ક્યાં છે? ક્યાં છે?
ઊંઘતા અમિતને ઢંઢોળીને આશીએ શુભ સમાચાર આપ્યાઃ ‘અમેરિકાથી શીલા માસી અને એમનો સન સેમ આવવાનાં છે.’
‘વ્હૉટ!’ સાંભળીને અમિત પણ ઊછળ્યોઃ ‘મારે અમેરિકા જતા રહેવું છે. એમને કહેજે.. પાછાં જતી વખતે મને સાથે લઈ જાય.’
આશીનાં એનઆરઆઈ શીલા માસી એમના સુપુત્ર સમીર ઉર્ફે સેમ માટે છોકરી જોવા ઈન્ડિયા આવી રહ્યાં હતાં. અમેરિકામાં બોર્ન ઍન્ડ બ્રોટપ સેમ માટે દેખાવડી, ભણેલી અને ખાસ તો ભારતીય સમાજમાં ઉછરેલી સંસ્કારી યુવતીની એમને શોધ હતી. આમ તો અમેરિકામાં વસતા દેશીઓ ગરમીના દિવસોમાં ઈન્ડિયા આવવા નહીં, પણ શીલા માસી જેમનું નામ! એમણે સમીરને અહીં આવવા તૈયાર કરી જ લીધો.
એ પરોઢે આશી અને અમિત ઍરપોર્ટ પહોંચ્યાં. માસીને જોતાંવેંત આશી એમને ભેટી પડી. અમિતે સેમ સાથે હાથ મિલાવ્યા ત્યારે એને તો જાણે સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી હાથ પહોળા કરી એને આવકારતું હોય એવું નજર સામે દેખાવા માંડ્યું. કાર અને એક ટૅક્સીમાં ચારેય આવ્યાં કે ગારોડિયા પરિવારનું ઘર માસીના કલબલાટથી ગાજી ઊઠ્યું. શાંતિલાલભાઈને ડ્રોઈંગ રૂમમાં શિફ્ટ કરાયા અને એમનો રૂમ મહેમાનો માટે આપી દેવાયો માટે એ વૉકિંગ સ્ટિક લઈ આમથી તેમ આંટા મારતા હતા. કિંગ સાઈઝની ચાર સૂટકેસ ક્વીન સાઈઝના બેડની નીચે સરકાવતાં માસીએ ગીતાબહેનને બાઝીને એમના ગાલને પોતાના ગાલ અડકાડ્યા અને શાંતિભાઈને દૂરથી નમસ્કાર કર્યા.
નાયલોનનું સફેદ ટૉપ અને કાળું પૅન્ટ પહેરેલાં માસીએ સોફામાં પડતું મૂકતાંવેંતઃ ‘ઉફ્ફ કેટલી ગરમી છે.’ કહીઃ ‘એસી કરોને.’નું નમ્ર સૂચન કર્યું. બેડરૂમ બહાર આવેલા મુકેશભાઈને જોતાંવેંત માસીએ હાઈ કરી આંખો નચાવી. એસી ચાલુ જોઈને મકેશભાઈએ ચશ્માં ઊંચાં ચડાવ્યાં, મોઢું વાંકુંચૂકું કર્યું અને હાઈને બદલે હાય.. હાય કર્યું.
هذه القصة مأخوذة من طبعة May 01, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 01, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.