'એ ગીતા.. આ...' મુકેશભાઈએ બાથરૂમભેદી લાંબી ચીસ પાડી. ગીતાબહેન કઢી ઉકાળવાની પડતી મૂકીને બાથરૂમ તરફ દોડ્યાં.
‘શું થયું?’ એમણે બાથરૂમ બહાર ઊભાં રહી ઘાંટો પાડ્યો.
‘આહહ ઉહ્ ઉર્દૂ.. કપડાં પહેરતાં લપસી પડ્યો. મને ઊભો કર.' ઊંહકારા કરતા મુકેશભાઈએ જેમ-તેમ કરી બેઠા થઈ સ્ટૉપર ખસેડી બારણું ખોલ્યું. ગીતાબહેને એમને ટેકો આપી ઊભા કર્યાઃ ‘દુખે છે?’
‘હાઆઆઆ.’ બોલતાં મુકેશભાઈની આંખમાં પાણી આવી ગયાં.
વળી પાછા આમ ચત્તાપાટ પડ્યા. તમને ના પાડી છે કે નાહતી વખતે ગીત ન ગાઓ. બેસૂરા રાગે ગાવા બેસો છો પછી સાબુ ક્યાં ચોળ્યો અને ક્યાં પાણી ઢોળ્યું એ ભૂલી જાઓ છો અને લપસી પડો છો ને પછી ગીતા.. ગીતા કરો છો. તમને કેટલી વાર કીધું કે સ્ટૂલ પર સરખા બેસીને સાબુ ચોળો. તમને બેઠા કરવામાં મારી કઢી ઊભરાઈ જશે.’ ગીતાબહેન ઊકળ્યાં.
‘અહીંયા મારી કઢી થઈ ગઈ છે, બાપા. ઑહહ્ પગ નીચે સાબુની ગોટી આવી.’
ગીતાબહેને એમને હાથ પકડીને પલંગ પર બેસાડ્યાઃ ‘ભગવાનનું નામ લઈને છાનામાના સૂઈ જાવ. વાતે વાતે ગીતા.. ગીતા ન કરતા, ભઈસા'બ. જોયું? તમારી રામાયણમાં મારી કઢી ઊભરાઈ ગઈ.’ ગીતાબહેને ફરી કઢીનું કમઠાણ કાઢ્યું.
‘તારી કઢી જાય તેલ પીવા, આહ્હ ..' મુકેશભાઈના કમરમાં એવી લચક આવી ગઈ કે ન સૂઈ શકાય, ન બેસી શકાય. એ કરાંજ્યાઃ ‘રામાયણ તો તું માંડે છે. આમ ને આમ રાજા દશરથની જેમ હુંચ ઢળી પડીશ. તું કઢી ઉકાળ્યા કરજે.. હે ભગવાન! કાંઈક કર, બહુ દુખે છે.’
ગીતાબહેને એમને પીઠ પર મલમ ચોળી આપ્યો. જો કે એનાથી તો થોડી વાર એવો ચચરાટ થયો કે મુકેશભાઈની આંખમાં નવેસરથી પાણી આવ્યાં. અડધો-પોણો કલાક પછી પણ કંઈ ફરક ન પડ્યો. સ્થિતિસ્થાપકતા ગુમાવી બેઠેલા મુકેશભાઈ પોતાની શારીરિક સ્થિતિ બદલાવવા જાય એમાં માનસિક સ્થિતિ ડામાડોળ થઈ મોઢેથી ચીસ નીકળી જતી માટે એ પૂતળાની જેમ સ્થિર બેસી રહ્યા.
‘એક કામ કર, ગીતા. સરસવનું તેલ કકડાવીને એમાં હળદર મિલાવીને એને પીઠે ચોપડી દે. શાંતિલાલભાઈએ દેશી વૈદું સૂચવ્યું.
هذه القصة مأخوذة من طبعة June 12, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 12, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.