ઓડિશા ટ્રેન એક્સિડન્ટ ક્યાં કપાયું કાચું?
Chitralekha Gujarati|June 19, 2023
હોલીવૂડમાં બનતી ઍક્શન ફિલ્મમાં દેખાડે છે એવો ટ્રેન અકસ્માત ગયા અઠવાડિયે ઓડિશાના બાલાસોર નજીક વાસ્તવમાં બન્યો. ભારતે પહેલી વાર જોયેલા આવા વિચિત્ર અકસ્માત પાછળનાં સચોટ કારણ-તારણ તો એની તલસ્પર્શી તપાસ પછી જ ખબર પડશે, પણ આપણે તો એટલી જ આશા રાખવાની કે આવી અક્ષમ્ય ચૂકનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય એવી તકેદારી રેલવેખાતું રાખે.
સમીર પાલેજા (મુંબઈ)
ઓડિશા ટ્રેન એક્સિડન્ટ ક્યાં કપાયું કાચું?

ત્રણ ટ્રેનને સંડોવતો અકસ્માત ભારતે પહેલી વાર જોયો છે. ઘટનાક્રમ એવો છે કે શુક્રવાર, ૨ જૂનની ઢળતી સાંજે શાલીમાર સ્ટેશન (કોલકાતા)થી ચેન્નઈ જતી કોરોમંડલ એક્સપ્રેસે ખડગપુર અને બાલાસોર ઊભી રહ્યા પછી જ્યાં સ્ટૉપેજ નથી એ બહંગા બાઝાર સ્ટેશન ક્રૉસ કરી લીધું.

અપ લાઈન પર દોડી રહેલી કોરોમંડલ એક્સપ્રેસની ડાબી તરફ લૂપ-લાઈન (સાઈડ ટ્રૅક) હતી, જેના પર એક માલગાડી સ્થિર ઊભી હતી. થયું એવું કે ૧૨૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધસી રહેલી કોરોમંડલ એક્સપ્રેસે એ જ લાઈન પર આગળ દોડવાને બદલે ઓચિંતા પાટા બદલ્યા અને લૂપ-લાઈન પર ધસી ગઈ. કોઈ કંઈ સમજે એ પહેલાં તો માલગાડી સાથે જોરદાર ટક્કર થઈ. કોરોમંડલના ૨૧ ડબ્બા ઊથલી પડ્યા. ટક્કર એટલી જોરદાર હતી કે આ એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન માલગાડીની ઉપર ચડી ગયું અને એના અમુક ડબ્બા જમણી તરફની રેલવેલાઈન પર પણ વિખેરાયા, જ્યાં એ જ ઘડીએ સામેની દિશાએથી યશવંતપુર એક્સપ્રેસ (બેંગલુરુ-હાવરા) ૧૨૬ કિલોમીટર પ્રતિ કલાકે ધસમસતી પસાર થઈ રહી હતી. લગભગ આખી ટ્રેન પસાર થઈ ગઈ, પણ પાછલા બે ડબ્બા સાથે કોરોમંડલના ડબ્બા ટકરાયા એટલે એ પણ પાટા પરથી ઊથલી પડ્યા.

ટૂંકમાં, દુર્ઘટના ફક્ત કોરોમંડલ એક્સપ્રેસને થઈ હતી, પણ બીજી બે ટ્રેન એની ઝપટમાં આવી ગઈ. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યા પ્રમાણે પૉઈન્ટ મશીન અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલૉકિંગમાં કંઈક ગરબડ થવાથી કોરોમંડલ એક્સપ્રેસ પોતાના નિયત પાટા પર આગળ વધવાને બદલે પાટો બદલીને માલગાડી સાથે અથડાઈ પડી.

ધસમસતી આવતી એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન માલગાડીની ઉપર ચઢી થયું એ અકસ્માતની ગંભીરતા સૂચવે છે. નિરીક્ષણ માટે વડા પ્રધાન, અન્ય પ્રધાનોનું આગમન તથા રેલવેપ્રધાનની સતત ૪૮ કલાક સુધી ઘટનાસ્થળ પર હાજરી કોઈ મોટા કાવતરાનો સંકેત તો નહીં હોય..

રેલવે બોર્ડનાં મેમ્બર (ઑપરેશન્સ ઍન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ) જયા વર્મા સિંહાએ એક પ્રેસ કૉન્ફરન્સમાં આપેલી તલસ્પર્શી જાણકારી અનુસાર લૂપ-લાઈન પર ઊભેલી માલગાડીના વેગનોમાં કાચું લોઢું છલોછલ ભર્યું હતું. કાચા લોઢાની સેન્ટર ઑફ ચૅવિટી એટલી જબરજસ્ત હોય છે કે કોરોમંડલ ટ્રેન આખી એના પર ધસી આવી છતાં માલગાડી ખાસ ટસની મસ ન થઈ એટલે આ અથડામણનો પ્રત્યાઘાત કોરોમંડલ એક્સપ્રેસે જ વધુ ભોગવવો પડ્યો.

هذه القصة مأخوذة من طبعة June 19, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 19, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 mins  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 mins  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 mins  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 mins  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 mins  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 mins  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 mins  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
Chitralekha Gujarati

હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...

વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.

time-read
5 mins  |
November 18, 2024