નવી દિલ્હીમાં રહેતાં સાહિલ-નિક્કી ચારેક વર્ષથી મજેથી લિવ-ઈન રિલેશનશિપ જીવતાં હતાં. એક દિવસ નિક્કીને ખબર પડી કે સાહિલની તો બીજી કોઈ કન્યા સાથે સગાઈ થઈ છે. બન્ને વચ્ચે આ મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ. સાહિલે ચર્ચાનો અંત આણ્યો નિક્કીની હત્યા કરીને. ઠંડા કલેજે નિક્કીની હત્યા કરી લાશને પોતાની માલિકીની રેસ્ટોરાંના મોટા ફ્રિજમાં મૂકી સાહિલ લગ્નના માંડવામાં પરણવા બેસી ગયો. સાત ફેરા ફરીને લાશને કારની ડિકીમાં સંતાડી એને એક્સિડન્ટનું સ્વરૂપ આપવાની એની યોજના હતી, પણ વૅલેન્ટાઈન્સ ડેના રોજ (૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૩) પડોશીને નિક્કીની ગેરહાજરી કઠતાં એણે પોલીસને જાણ કરી. પોલીસે સાહિલને ભીંસમાં લીધો. મુંબઈની શ્રદ્ધા વાલકરની નિવૃણ હત્યા દિલ્હીમાં એના લિવ-ઈન પાર્ટનર આફતાબે કરી એના થોડા જ સમય બાદનો આ કિસ્સો.
- અને નિક્કીની હત્યા થઈ એ જ સમયે મુંબઈમાં હાર્દિક શાહે પોતાની લિવ-ઈન પાર્ટનર મેઘાની હત્યા કરી. બન્ને ૧૪ ફેબ્રુઆરીએ વૅલેન્ટાઈન્સ ડે સેલિબ્રેટ કરવાનાં હતાં. ૧૩ ફેબ્રુઆરીએ ૨૭ વર્ષી હાર્દિક ૩૭ વર્ષી મેઘાની હત્યા કરી લાશને ઘરમાં બૉક્સ-બેડમાં સંતાડી દીધી. એ જ પલંગમાં એ પોઢી ગયો. બીજા દિવસે સવારે હાર્દિક મુંબઈમાંથી ભાગી છૂટ્યો. ચોવીસ કલાક બાદ લાશ મળતાં મુંબઈ પોલીસે ચક્રો ગતિમાન કર્યાં અને મધ્ય પ્રદેશમાં એની અરેસ્ટ થઈ.
અત્યારે મુંબઈમાં મનોજ સાને-સરસ્વતી વૈદ્યનો કિસ્સો ગાજી રહ્યો છે. ભલભલા કઠણ કાળજાની વ્યક્તિ પણ ભાંગી પડે એવી ઘટનાઃ ૫૬ વર્ષી મનોજ સાને પોતાની ૩૬ વર્ષની લિવ-ઈન પાર્ટનરની લાશના થોડા થોડા ટુકડા પ્રેશર કૂકરમાં બાફવા મૂકતો. પોલીસે મનોજને પકડી એની પૂછપરછ કરી તો એણે એવું કહ્યું હોવાનું મનાય છે કે ‘૩ જૂને મેં સરસ્વતીને ઘરમાં મૃત પડેલી જોઈ. એના મોંમાંથી ફીણ નીકળી રહ્યાં હતાં. હું ગભરાઈ ગયો એટલે એની લાશને ઠેકાણે પાડવાનું નક્કી કર્યું.’
સરસ્વતી વૈદ્યની લાશના ટુકડા કરી પ્રેશર કૂકરમાં બાફનારો નરાધમ મનોજ સાને પોલીસની પકડમાં.. આ બિલ્ડિંગમાં બન્ને રહેતાં હતાં.
هذه القصة مأخوذة من طبعة June 26, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 26, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.