સુંદરવનમાં વસે છે સેંકડો બ્યાઘ્ર બિધોબા
Chitralekha Gujarati|July 03, 2023
રૉયલ બેંગાલ ટાઈગરના ઘર તરીકે જાણીતા સુંદરવનના જંગલમાં એવી અનેક સ્ત્રી છે, જેમના પતિ વાઘનો શિકાર બન્યા છે. દુનિયામાં કોઈ એક પ્રાણીને કારણે આટલી સ્ત્રી વિધવા બની હોય એવું નોંધાયું નથી. વાત આ ‘ટાઈગર વિડોઝ’ની.
નિતુલ ગજ્જર (વડોદરા)
સુંદરવનમાં વસે છે સેંકડો બ્યાઘ્ર બિધોબા

સ્થળઃ સુંદરવનના જંગલમાં આવેલું કોઈ નાનકડું ગામ.

એક સ્ત્રી હાથમાં કેટલીક સૂકી લાકડીઓ લઈને પોતાના ઘર તરફ જઈ રહી છે. એણે સફેદ સાડી પહેરી છે એટલે એ વિધવા હોવાનું અનુમાન લગાવી શકાય છે. એની પાછળ ઔર એક સ્ત્રી એવો જ પોશાક પહેરીને ચાલી આવતી જોવા મળે છે. એની પાછળ ત્રીજી, પછી ચોથી, પાંચમી..

થોડી વાર ધ્યાનથી જુઓ તો ખબર પડે છે કે આ તો આખું ગામ જ વિધવા સ્ત્રીઓનું છે! હા, આ ગામમાં આશરે ૫૦થી વધુ વિધવા સ્ત્રી રહે છે. આ જગ્યા છે સુંદરવન, જે ટાઈગર રિઝર્વ હોવા સાથે વૈશ્વિક ધરોહરનો દરજ્જો પણ ધરાવે છે. આ જંગલ વિશ્વના સૌથી ખૂનખાર એવા રૉયલ બેંગાલ ટાઈગરનું ઘર છે. એ ઉપરાંત, ગંગા અને બ્રહ્મપુત્રા નદીનો આ મુખત્રિકોણ પ્રદેશ વિશ્વમાં સૌથી મોટા ડેલ્ટા તરીકે પણ જાણીતો છે. અહીં જોવા મળતા ચેરિયા (મેન્ગ્રોવ્ઝ)ની કેટલીક પ્રજાતિ વિશ્વભરમાં બીજે ક્યાંય જોવા મળતી નથી.

આટઆટલી ઓળખ ધરાવતા આ જંગલની એક અન્ય વિશેષતા એટલે અહીં આવેલાં વિધવા સ્ત્રીઓનાં ગામ.

‘સોહામણા’ શાર્દૂલરાજોના ઘર એવા સુંદરવનમાં ભાગ્યે જ કોઈ કુટુંબ એવું હશે જેમાંથી કોઈ ને કોઈ વાઘનો કોળિયો ન બન્યું હોય.

કોમી હિંસા, શરાબ જેવાં વ્યસન કે બીજા કારણસર મોતના ખપ્પરમાં પુરુષ હોમાઈ જાય ત્યારે એની વિધવા પત્નીની હાલત બહુ કફોડી થતી હોય છે. એવી સ્ત્રીઓની અવદશા સામે જાગૃતિ કેળવવા અઢારેક વર્ષથી સંયુક્ત રાષ્ટ્રસંઘ ૨૩ જૂનનો દિવસ ઈન્ટરનૅશનલ વિડોઝ ડે તરીકે મનાવે છે. આ વિધવા દિન નિમિત્તે વાત કરીએ સુંદરવનના અનોખા ગામ વિશે.

સુંદરવનમાં જ્યાં એક તરફ સમુદ્ર તો બીજી બાજુ સંખ્યાબંધ ટાપુ પર ફેલાયેલાં ઘનઘોર જંગલમાં રહેતી આ વિધવા સ્ત્રીઓને ટાઈગર વિડોઝ ઑફ સુંદરબન કહીને સંબોધવામાં આવે છે (બંગાળીમાં બ્યાઘ્ર બિધોબા), કારણ કે અહીંની દરેક સ્ત્રીના પતિ વાઘનો શિકાર બનીને મૃત્યુ પામ્યા છે!

هذه القصة مأخوذة من طبعة July 03, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة July 03, 2023 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
Chitralekha Gujarati

નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર

ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.

time-read
2 mins  |
October 28, 2024
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
Chitralekha Gujarati

બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!

પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.

time-read
4 mins  |
October 28, 2024
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
Chitralekha Gujarati

સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?

‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.

time-read
3 mins  |
October 28, 2024
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
Chitralekha Gujarati

દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન

બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?

time-read
3 mins  |
October 28, 2024
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
Chitralekha Gujarati

એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?

બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...

time-read
3 mins  |
October 28, 2024
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
Chitralekha Gujarati

લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...

નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.

time-read
4 mins  |
October 28, 2024
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
Chitralekha Gujarati

ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન

મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?

time-read
1 min  |
October 28, 2024
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
Chitralekha Gujarati

ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...

નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.

time-read
4 mins  |
October 28, 2024
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
Chitralekha Gujarati

એક ફોન કૉલ ને માણસ કંગાળ..

સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?

time-read
7 mins  |
October 28, 2024
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
Chitralekha Gujarati

પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...

અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.

time-read
4 mins  |
October 28, 2024