વાત નવસારી નગરીની છે, જ્યાં ગયા અઠવાડિયે મેઘરાજાએ એમનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું. અહીંની એક શાળામાં ૧૨મા ધોરણમાં ભણતી કન્યા રિસેસ બાદ પોતાના ક્લાસમાં જવા દાદર ચડી રહી હતી કે અચાનક એ પરસેવાથી નીતરવા લાગી, શ્વાસ લેવામાં એને તકલીફ થવા લાગી. એણે રૅલિંગ પકડવાનો પ્રયાસ કર્યો, એની સખી અને એક ટીચરે એને ટેકો આપવાનો પ્રયાસ કર્યો, પણ એ દાદર પર જ ફસડાઈ ગઈ. સ્કૂલ-સ્ટાફે તરત એને નજીકની હૉસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરી, જ્યાં ડૉક્ટરે એને તપાસી મૃત જાહેર કરી. મૃત્યુનું કારણઃ કાર્ડિયાક અરેસ્ટ.
નવસારી બાદ હવે રાજકોટનો આ કિસ્સો જુઓઃ શહેરની સિવિલ હૉસ્પિટલમાં અક્ષયભાઈ નળિયાપરા પાર્કિંગ વિભાગમાં સિક્યોરિટી સંભાળે છે. ૧૭ જુલાઈની સવારે ૧૧ વાગ્યાની આસપાસ એમનો મોબાઈલ રણક્યો. ફોન એમના પુત્ર મુદિતની સ્કૂલમાંથી હતોઃ મુદિતની તબિયત બગડી છે, સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા છે. અક્ષયભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે ઍમ્બ્યુલન્સમાંથી મુદિતને બેભાનાવસ્થામાં બહાર લાવવામાં આવી રહ્યો હતો. કમનસીબે ઍડ્મિટ કરતાંવેંત ૧૪ વર્ષના મુદિતને તબીબે મૃત જાહેર કર્યો. કારણ?: કાર્ડિયાક અરેસ્ટ.
આ ઘટનાના આઠ દિવસ પછી પણ મુદિતનો પરિવાર એને આ ઉંમરે હાર્ટ અટેક આવે એ માનવા તૈયાર નથી.
રાજકોટમાં જ જુલાઈ મહિનાના ૧૫ દિવસના ગાળામાં બે કિશોરનાં હાર્ટ અટેકથી મૃત્યુ થયાં. મુદિતનો જીવનદીપ બુઝાયો એના થોડા જ દિવસ પહેલાં (૩ જુલાઈએ) ગોંડલ પાસે આવેલા રિબડાની બોર્ડિંગ સ્કૂલમાં ૧૦મા ધોરણમાં ભણતો દેવાંશ ભાયાણી ગુરુપૂર્ણિમા નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીના ભાગ રૂપે સહપાઠીઓની મદદથી સ્ટેજ પર પોડિયમ ગોઠવી રહ્યો હતો ત્યારે સ્ટેજ પર ઢળી પડ્યો હતો. હૉસ્પિટલ લઈ જવાતાં એનું મૃત્યુ થયું.
નાનપણથી મોબાઈલ ફોનની આદત અને ફાસ્ટ ફૂડનું વળગણ.. પહેલી નજરે કદાચ કોઈ સંબંધ ન લાગે, પણ અંતે તો બાળકનાં દિલ અને દિમાગ પર આ બધું અસર કરે છે.
هذه القصة مأخوذة من طبعة August 07, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 07, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.