કલાસની વચ્ચે ઊભેલા શિક્ષકે પોતાના શરીર પર એવી રીતે સેલોટેપ લગાડી છે કે જેથી ગુંદરવાળો ભાગ બહારની બાજુ રહે. ફર્શ પર પ્લાસ્ટિકના દડાભરેલી ટોપલીઓ પડી છે. બે-બે વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે ટોપલીમાંથી બૉલ ઉપાડી એ સેલોટેપ પર ચોંટાડવા. એક મિનિટમાં કેટલા બૉલ ચોંટાડ્યા એ ગણવાના.. આખી રમત દરમિયાન અને નાના ટાબરિયા વિદ્યાર્થી તાળીઓ પાડીને બીજાને પાનો ચડાવે.
આ કોઈ કલ્પનાચિત્ર નથી, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની એક પ્રાથમિક શાળાના વર્ગખંડનું આ દશ્ય છે. છે ને મજા પડે એવું?!
આ પ્રયોગશીલ શિક્ષક એટલે રાઘવભાઈ કટકિયા. જો કે શિક્ષણ ક્ષેત્રે એમની ઓળખ રઘુ રમકડું સર તરીકેની. આ ઓળખ એમના માટે નાનપની નહીં, સમ્માનની છે, કારણ કે એમનાં રમકડાંઓથી જ હજારો બાળકોને એમનું ગમતું વિશ્વ મળ્યું છે.
અમરેલી જિલ્લાના સાજિયાવદર ગામના પ્રજાપતિપરિવારના આ રાઘવના પરિવારમાં કોઈ શિક્ષક નથી, પરંતુ વ્યવસાયે ઈંટો પાડવાનું કામ કરતા આ પરિવારમાં ઊછરેલા, ઘડાયેલા રઘુને સતત વિચાર રહેતો મોટા ભાગનાં બાળકોને કેમ શાળાએ જવું ગમતું નથી? અને આ વિચારથી જ એ શિક્ષક બનવા પ્રેરાયા. પીટીસી કર્યું અને આખરે શાળાને જ પોતાનું કર્મ ક્ષેત્ર બનાવી.
કારકિર્દીનાં પ્રારંભિક વર્ષોમાં સરવડા સ્વામિનારાયણ ગુરુકુળ અને દ્વારકા જિલ્લાના કલ્યાણપર તાલુકાની હનુમાનધાર પ્રાથમિક શાળામાં સેવા બજાવ્યા બાદ ૨૦૧૫માં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મિતિયાણાની પ્રાથમિક શાળામાં સેવારત થયા. આ નાનકડા ગામની નાની શાળામાંથી શિક્ષણ ક્ષેત્રે નાવીન્યપૂર્ણ પ્રયોગ સાથે પ્રખ્યાત થયેલા રઘુ રમકડાનો જન્મ થયો.
هذه القصة مأخوذة من طبعة August 14, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 14, 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.